નડિયાદ: ચાર શ્રમજીવી પર જીવલેણ હુમલો, અજાણ્યા ઇસમે ઝીંક્યાં ચપ્પાનાં ઘા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના કોલેજ રોડ પર નવનિર્મિ‌ત છ માળના કોમ્પ્લેક્સમાં કામ કરતાં ઉત્તરપ્રદેશના શ્રમજીવી પર અજાણ્યા ઇસમે ચપ્પાનાં ઘા ઝીંક્યાં : ૧ ગંભીર

નડિયાદ કોલેજ રોડ નહેર પાસે નવનિર્મિ‌ત છ માળના કોમ્પલેક્ષમાં કલરકામ કરવા આવેલ ચાર શ્રમજીવીઓ પર સોમવારે વહેલી સવારે કોઈ અજાણ્યા ઈસમે ચપ્પાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા ખળભળાટ મચી ગયો છે. ગંભીર રીતે ઘવાયેલા ચાર ઈસમોને કરમસદની કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે શહેર પોલીસે અજાણ્યા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાપ્ત માહિ‌તી અનુસાર વિદ્યાનગર હરિઓમ નગરમાં ઉત્તરપ્રદેશ ગોરખપુર જિલ્લાના ચંપાવત ગામના બ્રીજેશકુમાર બેચઈપ્રસાદ પાસવાન, ગુરૂપ્રસાદ સુરજભાણ પાસવાન, પિન્ટુ ઉર્ફે ક્રિષ્ના મનોહરપ્રસાદ પાસવાન તથા વિવેક બાબુપ્રસાદ પાસવાન રહેતા હતા.

તેઓના સબંધી પપ્પુ પાસવાન ખેડા તથા આણંદ જિલ્લામાં નવનિર્મિ‌ત મકાનોમાં કલરકામ તથા પોલીશનું કામ રાખતા હતા. દરમિયાન પપ્પુ પાસવાને તાજેતરમાં નડિયાદ કોલેજ રોડ નહેર પાસે આવેલ નંદનવન સોસાયટી નજીક બનતાં નવા છ માળના કોમ્પલેક્ષમાં કલરકામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. આ કલરકામ માટે પપ્પુ પાસવાને ઉપરોક્ત ચાર વ્યકિતઓને તા. પમી માર્ચના રોજ નડિયાદ મોકલ્યા હતા. તેઓ કોમ્પલેક્ષમાં જ કલરકામ કરતા હતા અને ઉપરના પહેલા માળે સુઈ જતા હતા. દરમિયાન સોમવારે વહેલી સવારે આ ચારેય મિત્રો કોમ્પલેક્ષમાં સુતા હતા.

આગળ વાંચો વિવેકને પેટમાં ચપ્પુ વાગવાથી ઓપરેશન કરાવવું પડ્યું