નગરપાલિકા ચૂંટણી ઈફેક્ટ ખેડામાં હથિયારબંધી જાહેર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લાના બાલાસિનોર, મહેમદાવાદ, મહુધા, ચકલાસી, ખેડા, ડાકોર અને ઠાસરા પાલિકાના વોર્ડ નં. ૬ની તા.૧૦મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે.
ચૂંટણી દરમ્યાન જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતીને હાની ન પહોંચે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય.સી. પોતદારે ખેડા જિલ્લાના હદવિસ્તારમાં ૧૦ ફેબ્રુઆરી સુધી હથિયાર બંધી જાહેર કરેલ છે. જિલ્લામાં હથીયાર, તલવાર,ભાલા, ધોકા, છરા, લાકડી કે લાઠી સળગતી મશાલ, લાકડાની હોકી અથવા બીજા હથીયારો કે જેનાથી શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્શ સાથે રાખી ફરવા પર, મનુષ્ય અથવા શબ તેમજ પુતળા દેખાડવા પર, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો ફરવા પર, મનુષ્ય અથવા શબ તેમજ પુતળા દેખાડવા પર, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા અથવા અશ્લિલ ગીતો ગાવા પર, જેનાથી સુરૂચિ અથવા નિતીનો ભંગ થાય તેવુ ભાષણ કરવા તથા તેવા ચિત્રો કે પ્રતિકો કે પોકારવા અથવા અશ્લિલ ગીતો ગાવા પર જેનાથી સુરૂચિ અથવા નિતીનો ભંગ થાય તેવું ભાષણ કરવા તથા તેવા ચિત્રો કે પ્રતિકો કે પ્લે કાર્ડો અથવા બીજા કોઇપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા બતાવવા અથવા ફેલાવો કરવા, રાજ્યની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણો આપવા.
ચાળા પાડવા કે નકલ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જણાવ્યું છે.