તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરસદમાં મટન માર્કેટ ધડાકાભેર ધરાશાયી થયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરસદના રબારી ચકલા વિસ્તારમાં આવેલ જર્જરિત મટન માર્કેટ રવિવારે બપોરના એકાએક ધડાકાભેર ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.બપોરનો સમય માર્કેટ બંધ હોવાથી આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. માર્કેટની બાજુમાં આવેલ ઘરની દિવાલ પાસે બાંધેલા એક પશુનું મોત થયું હતું.

બોરસદમાં આવેલ રબારી ચકલા વિસ્તારમાં વર્ષ ૧૯પ૨માં મટન માર્કેટ બનાવવામાં આવ્યું હતું. માર્કેટના બાંધકામને ઘણો સમય થઇ ગયો હોવાથી છેલ્લા દસ વર્ષથી જર્જરિત અવસ્થામાં ફેરવાઇ ગયું હતું. આમછતાં પાલિકાતંત્ર દ્વારા સમારકામ કરાવવા આળસ દાખવી રહ્યું હતું. માર્કેટમાં રર જેટલા લાયસન્સધારકો મટનનું વેચાણ કરે છે. તેમજ રબારી ચકલાના મુખ્ય રોડ પર બેસીને પણ કેટલાંક લોકો મટન વેચતાં હોય છે. મટન માર્કેટ જર્જરિત થઇ ગયું હોય તેના મરામત કે નવું બનાવવા નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હતી. છતાં માર્કેટ નવું બનાવવાનું તો ઠીક મરામત કામ કરવામાં આવ્યું ન હતું.

જેના પગલે રવિવારે બપોરના ૩.૩૦ વાગ્યે એકાએક મટન માર્કેટની દિવાલ અને છત એકાએક ધડાકાભેર ધરાશાયી થઇ હતી. બપોરના સમયે માર્કેટ બંધ હોવાથી જાનહાનિ ટળી હતી. પરંતુ દિવાલ પાસે બાંધેલા એક પશુનું કાટમાળ નીચે દબાઇ જતાં મોત નીપજ્યું હતું. બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર જે.જી.ડાભીએ જણાવ્યું હતું કે 'ઘટનાની જાત થતાં તાત્કાલિક પાલિકાના સ્ટાફને ઘટના સ્થળે મોકલવામાં આવ્યો હતો. તેઓને કાટમાળ હટાવવા જણાવવામાં આવ્યું છે.’