નડિયાદમાં બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખેડા એસઓજી અને ઇન્ટેલિજન્સ સ્કવોડની ટીમનો સપાટો
- શહેરના જ શખસ પાસેથી બીકોમ થર્ડ યરના બે બોગસ ગુણપત્રક સહિ‌ત દસ્તાવેજો કબજે લેવાયાં


નડિયાદ શહેરમાં યુનિવર્સિ‌ટીની બોગસ માર્કશીટ તેમ જ ડિગ્રી સર્ટિ‌ફિકેટ આપવાનો તેમ જ અગત્યના દસ્તાવેજોને ખરાઈ કરી આપવાનો ખેલ પાડી આપતાં કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિ‌ટીની બે બનાવટી બીકોમ થર્ડ યરની માર્કશીટ સાથે એક ઈસમને ખેડા ઇન્ટેલિજન્સ સ્કર્વોડે ઝડપી પાડયો હતો. આ ઈસમ પાસેથી વધુ નડિયાદની આર્ટ્સ કોલેજ નામના બનાવટી ટ% કોપી કરવાના સિક્કા મળી આવ્યાં હતાં. પોલીસે આ ઈસમની અટકાયત કરીને વધુ ઝીણવટભરી તપાસ આદરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, ખેડા જિલ્લામાં બનતા ગુના અટકાવવા, શોધી કાઢવા તેમ જ ર્બોડ અને કોલેજમાં ચાલતી વાર્ષિ‌ક પરીક્ષા દરમિયાન જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણે એસઓજી તથા ઇન્ટેલિજન્સ સ્કર્વોડને પેટ્રોલિંગ, નાકાબંધી અને વાહન ચેકિંગની સુચના આપી હતી. આ સૂચના અંર્તગત પીએસઆઈ આર.આર.ભાભળા તથા એએસઆઈ યાકુબમિંયા સહિ‌ત સ્ટાફના જવાનો નડિયાદ શહેરમાં બુધવારે સાંજે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એએસઆઈ યાકુબમિંયાને બાતમી મળી હતી કે, શહેરના દેસાઈવગામાં રહેતા સૂર્યકાન્ત ઊર્ફે લાલો ચંદુભાઈ દેસાઈ સ્કૂટી નં. જી.જે.૭.એ.એમ-૨૪૯૮માં ડુપ્લીકેટ માર્કશીટ લઈને નગરની આરટીઓ કચેરીના દરવાજા પાસે કોઈને આપવા માટે આવે છે.

આ બાતમીના આધારે ઇન્ટેલિજન્સ સ્કર્વોડની ટીમ વોચમાં ગોઠવાઈ ગયા હતા. રાત્રિના નવ કલાકના સુમારે બાતમીવાળી સ્કૂટી લઈને આવતો ઈસમ સૂર્યકાન્ત ઊર્ફે લાલા દેસાઈને પોલીસે ર્કોડન કરીને ઝડપી પાડયો હતો. પોલીસે સૂર્યકાન્તની અંગજડતી કરતાં તેની પાસેથી ગુજરાત યુનિવર્સિ‌ટીની એપ્રિલ ૨૦૦૯ની બીકોમની માર્કશીટ તથા ગુજ.યુનિ જૂન ૨૦૦૩ની બીકોમની માર્કશીટ મળી આવી હતી. આ બંને માર્કશીટ ડુપ્લીકેટ હતી.

આ ઉપરાંત સૂર્યકાન્તની સ્કૂટીની ડેકીમાં તપાસ કરતાં નડિયાદ શહેરની એક આર્ટસ કોલેજ નામના પ્રિન્સિપાલના ટુ કોપીના સિક્કા મળી આવ્યા હતા. ઉપરોક્ત માર્કશીટ અને સિક્કા પોલીસે કબજે કર્યા હતા. ત્યારબાદ એએસઆઈ યાકુબમિંયાની ફરિયાદના આધારે નડિયાદ શહેર પોલીસે સૂર્યકાન્ત ઊર્ફે લાલો ચંદુભાઈ પટેલ વિરુદ્ધ ઈપીકો કલમ ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબનો ગુનો નોંધ્યો હતો.

સ્કૂટીની ડેકીમાંથી ગુણપત્રક અને ટ્રુ કોપી કરવાનો સિક્કો પણ મળ્યો

નડિયાદ પોલીસે બોગસ ગુણપત્રક મામલે પકડી પાડેલા સૂર્યકાન્ત દેસાઈની સ્કૂટીની ડેકીમાંથી એક રબર સ્ટેમ્પ, મહેશભાઈ ચંદુભાઈ દેસાઈનું ડુપ્લીકેટ કાર્ડની ઝેરોક્ષ કોપી, મધુબેન છોટાભાઈ પટેલનું મરણનું પ્રમાણપત્રની ઝેરોક્ષ તેની પર ટુ કોપીનો સિક્કો મારેલો છે તેમ જ ચંદુભાઈ ત્રિકમભાઈ ખુશાલભાઈ દેસાઈ, ગંગાભાઈ ચંદુભાઈ ત્રિકમભાઈ દેસાઈના મરણ પ્રમાણપત્રની ઝેરોક્ષ પર પણ ટુ કોપી શહેરની એક આર્ટસ કોલેજનાં પ્રિન્સિપાલ સિક્કો મારેલો છે. તેમ જ સૂર્યકાન્ત ચંદુભાઈ દેસાઈના નામનું રિફ્યુઝલ ઓફ ક્લિયરન્સ પોસ્ટ રેફરન્સ બોમ્બેનો પત્ર કબજે કરવામાં આવ્યો હતો.

રૂપિયા ત્રણ હજારમાં વેચતો હતો બોગસ માર્કશીટ

તપાસ અધિકારી એસઓજીના પોલીસ ઈન્સ્પેક્ટર મિતેષભાઈ ક્રિ‌શ્ચિ‌યને જણાવ્યુ હતુ કે સૂર્યકાન્ત ઊર્ફે લાલા દેસાઈ આ બનાવટી માર્કશીટ નડિયાદ સાંથ બજારમાં રહેતા રાજુભાઈ ચતુરભાઈ રાજપૂત પાસેથી લાવતો હતો અને આ બનાવટી માર્કશીટ રૂ. ત્રણ હજારમાં વેચતો હતો અને અડધા અડધા રૂપિયા વહેંચી લેતા હતા. બનાવટી માર્કશીટ કોને - કોને આપી છે. તેની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

માર્કશીટ, ડિગ્રી સર્ટિ‌ફિકેટ તેમજ અન્ય દાખલાં કબજે લેવાયાં

નડિયાદ પોલીસને બોગસ માર્કશીટનો વેપલો કરનારાં લાલા દેસાઈ પાસેથી ગુજરાત યુનિવર્સિ‌ટીની બીકોમની બે બનાવટી માર્કશીટ તેમ જ ડિગ્રી સર્ટિ‌ફિકેટ મળી આવ્યું હતું. જેમાં જૂન ૨૦૦૩ની માર્કશીટમાં ચિરાગ ધર્મેન્દ્રકુમાર પટેલ તથા એપ્રિલ ૨૦૦૯ બીકોમ ડિગ્રીની માર્કશીટમાં કેતન મનુભાઈ શાહના નામ લખેલાં હતા. માર્કશીટ વેચવાનું કામ છેલ્લાં ત્રણ વર્ષથી કરતો હોવાનું પોલીસને પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હોવાનું એસઓજી પીઆઇ મિતેષભાઈ ક્રિ‌શ્ચિ‌યને વધુમાં જણાવ્યું હતું. - - નરેશ ગનવાણી