લોકસભામાં ૨૮૨ બેઠકો ભાજપ મેળવશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં ૨૮૨ બેઠકોની સ્પષ્ટ બહુમતિ મેળવીને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનશે

સમગ્ર ગુજરાત રાજ્ય સહિ‌ત દેશભરમાં ભાજપની લહેર પ્રર્વતી રહી છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી મોટી મોટી રેલીઓને સંબોધી રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રજાજનો કરતાં પણ દેશના પ્રજાજનો હવે આગામી ૨૦૧૪ની લોકસભામાં વડાપ્રધાનપદે નરેન્દ્રભાઈ મોદી બિરાજે તેમ સ્પષ્ટ ઈચ્છી રહ્યા છે.

સમગ્ર ગુજરાતની ૨૬ બેઠકોના વિજય સાથે દેશમાં ૨૮૨ બેઠકોની સ્પષ્ટ બહુમતિ મેળવીને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનશે, તેવો આત્મવિશ્વાસ સોમવારે ચકલાસી ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યકત કર્યો હતો. ખેડા જિલ્લાની લોકસભા બેઠક માટેનો વિજય વિશ્વાસ સ્નેહસંમેલન ચકલાસી ખાતે ભારતી વિનય મંદિરમાં યોજાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષપદેથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓએ હંમેશા અનુશાસનને જાળવવું જોઈએ. શિસ્ત, સંયમ અને વિવેકના માધ્યમથી જ સર્વત્ર વિજય મેળવી શકાય છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...