સ્વામિ વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં સ્વામિ વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સંતરામ મંદિરેથી રેલી નીકળી

નડિયાદ નગરમાં શ્રી સ્વામિ વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે બુધવારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલી શ્રી સ્વામિ વિવેકાનંદજીના વિચારો...ના ટેબ્લેટો તથા બેનરો સાથે નીકળી હતી. નડિયાદની વિવિધ શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જોડાયાં હતાં.નડિયાદ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્વામિ વિવેકાનંદની જન્મજયંતિ પ્રસંગે શ્રી સંતરામ મંદિરના પટાંગણમાંથી બુધવારે સવારે એક રેલી યોજવામાં આવી હતી. આ રેલી શ્રી સ્વામિ વિવેકાનંદજીના વિચારો જેવા કે મહાનકાર્યો તો મહાન બલિદાનથી જ પાર પડે છે.

સખત પરિશ્રમ કરો, પવિત્ર અને શુદ્ધ બનો એટલે ઉત્સાહ આવશે જ, નીતિમાન થજો. શુરવીર બનજો...ચારિત્ર્યવાન બનજો..., તમારાં ભાગ્યના નિર્માતા તમે પોતે જ છો. પહેલા સ્વદેશ પ્રેમ અને પછી જ વિશ્વપ્રેમ, ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડયા રહો. તેવાં બેનરો તેમજ વિવેકાનંદજીની વેશભૂષામાં સુસજ્જ બાળકો, ટેબ્લેટોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ રેલી સરદાર પટેલના જન્મસ્થાન થઈને શહેરના વિવિધ જાહેરમાર્ગો પર ફરીને પરત સંતરામ મંદિરે આવી હતી. આ રેલીમાં ૧પ ટ્રેક્ટર, ચાર બગી સહિ‌ત અન્ય વાહનો તેમજ મોટી સંખ્યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા નગરજનો જોડાયા હતા.