• Gujarati News
  • Bike Theft Bogus Number Plate Mounted Rotating Men Captured

બાઇક ચોરીને બોગસ નંબર પ્લેટ લગાવી ફરતો શખ્સ પકડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા એલસીબી પોલીસે માતર તાલુકાના હરિપુરા પાસે એક બાઇક ચોરને ઝડપી પાડયો હતો. પોલીસે આ ઇસમ પાસેથી બે બાઇક કિંમત રૂ. ૩પ હજારના કબજે કર્યા હતા. આરોપીએ બંને બાઇક મોરબી ખાતેથી ઊઠાંતરી કરી હતી. તેમ જ બંને બાઇક પર ખોટી આણંદ જિલ્લાના પાસીંગ નંબરની બોગસ નંબર પ્લેટ લગાવેલી હોવાની કબૂલાત પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કરી હતી.

ખેડા એલસીબી પોલીસ ગત ૩જીના રોજ લીંબાસી માલાવાડા રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, માતર તાલુકાના હરિપુરા ગામ પાસે ચોરેલું બાઇક લઇને એક ઇસમ પસાર થવાનો છે.

આ માહિ‌તીના આધારે પોલીસના જવાનો વોચમાં ગોઠવાઇ ગયા હતા. બાતમીના વર્ણન મુજબ અત્રેથી બાઇક લઇને પસાર થતાં તેને રોકીને પોલીસે બાઇકના કાગળ બાબતે પૃચ્છા કરતાં તેને સંતોષકરાક જવાબ નહી આપતાં તેની સઘન પુછપરછ કરતાં તેનું નામ ભાનુ ઊર્ફે ભનુ પોપટભાઇ રાઠોડ(રહે. માગરોલ તા. સોજિત્રા) જણાવ્યું હતું. ભાનુ એ આ બાઇકની ઉઠાંતરી મોરબી ડેકોલાઇટ કંપની પાસેથી ઉઠાંતરી કરી હતી . બાઇક ચોર ભાનુ એ આ બાઇકની નંબર પ્લેટ બદલીને જી.જે. ૨૩ આર.પ૯૨૯(કિ.રૂ. ૨૦ હજાર ) ની લગાવીને ફેરવતો હતો. આ બાઇક સાથે તેની અટકાયત પોલીસે હતી. ત્યારબાદ ભાનુએ વધુ એક બાઇક ઉઠાંતરી મોરબી ખાતેથી કર્યાની કબૂલાત કરતાં બીજી બાઇક પણ કબજે લીધી હતી જે બાઇકનો નંબર જી.જે. ૨૩ પી. પ૬૮૧(કિ. રૂ. ૧પ હજાર) હતો. એલસીબી પોલીસે ભાનુની અટકાયત કરીને બંને બાઇક કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે.