તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ: જર્જરિત ટાંકી ઉતારતાં સ્લેબ વીજવાયર પર તૂટી પડ્યો , વીજપુરવઠો બંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ ડાકોર રોડ પર આવેલ શીતલ સિનેમા પાછળ પાણીની ટાંકી ઉતરવાની કામગીરી દરમિયાન 10 ફૂટ જેટલો સ્લેબ તૂટીને નીચે પડતાં ધડાકાભેર અવાજ આવતા સૌ કોઇ ગભરાઇ ગયા હતા. આ સ્લેબ હેવી વીજલાઈન પર પડતાં વીજપુરવઠો બંધ થઈ ગયો હતો. જેના કારણે આ વિસ્તારની 15 ઉપરાંત સોસાયટીને 6 કલાકથી વધુ સમય ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો.
નડિયાદ નગરપાિલકા દ્વારા જર્જરિત ટાંકીને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી. ગુરૂવારે સવારમાં કામદારો દ્વારા ટાંકી ઉતારવાની કામગીરી દરમિયાન સ્લેબનો એક તરફનો ભાગ તૂટી પડ્યો હતો. આ તૂટેલો સ્લેબ નીચેથી પસાર થતી વીજલાઈન પર પડ્યો હતો. જેના પગલે વીજલાઈન તૂટી પડતાં કોઈ જાનહાની થઈ નહતી. પરંતુ સ્લેબના ધડાકાભેરના અવાજથી આસપાસના રહીશો અત્રે દોડી ગયા હતા. વીજલાઈન તુટી પડવાથી આસપાસમાં આવેલ 15 ઉપરાંત સોસાયટીઓમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.
સ્લેબ તૂટવાથી કોઈ જાનહાની થઈ નથી
જર્જરિત ટાંકીને ઉતારવા માટે વડોદરાની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટ દ્વારા સાવચેતી પૂર્વક ટાંકી ઉતારી રહ્યા હતા પરંતુ ટાંકી જર્જરિત હોવાથી તેનો એક ભાગ તુટી પડ્યો હતો. આ સ્લેબ તુટવાથી જાનહાની થઈ નથી. - કેતનભાઈ શાહ, એન્જી., નડિયાદ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો