તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખડોલના 200 વીઘા ખેતરમાં પાણી ફરી વળ્યાં, પાકને ભારે નુકશાનીની ભીતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદઃ નડિયાદ તાલુકાના આખડોલ સીમમાંથી પસાર થતી મહિકેનાલનો ઈમરજન્સી (કાંસ)નો ગેટ કોઈ ટીખ્ખળખોરે ખોલી નાંખ્યો હતો. જેના કારણે કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા હતા. જેથી તૈયાર થઈ ગયેલ ડાંગરના પાકમાં પાણી ફરી વળવાથી ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયા જેવો ઘાટ સર્જાયો હતો. પાકની નુકશાની જોઈને ખેડૂતોમાં હતાશા વ્યાપી ગઈ હતી.
ડાંગરના પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાયો
વલેટવા ગામમાં રહેતા મૃગેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આખડોલ ગામની સીમમાં આવેલ ખેતરમાં ડાંગરનો પાક કરવામાં આવ્યો છે. મૃગેશભાઈ રાબેતા મુજબ પોતાના ખેતરમાં ડાંગરના પાકની દેખરેખ માટે ગયા હતા. ત્યારે ખેતરની બાજુમાં આવેલ કેનાલના ઈમરજન્સી કાંસનો ગેટ કોઈ ટીખ્ખળખોરે ખોલી નાંખ્યો હતો. જેના પરિણામે કેનાલનું પાણી આસપાસના 200 વીઘાં ઉપરાંત જમીનમાં ફરી વળ્યા હતા. આ પાણી બે થી ત્રણ ફૂટ ઉપરાંત ખેતરોમાં ભરાઈ ગયા હતા. પાણીનો નિકાલ પણ થાય તેવી કોઈ પરિસ્થિતિ ન હતી. જેથી તૈયાર થવાના આરે આવેલો ડાંગરનો પાક બોરાણ થઈ ગયો હતો. ડાંગરના પાકનું બોરાણ જોઈને ખેડૂતોને ભારે નુકશાન થયુ હતું.
આ પરિસ્થિતિના કારણે ભારે િચંતાતુર પણ બની ગયા હતા. કેનાલ વિભાગના અધિકારીઓની બેદરકારી તેમજ રાત્રીના સમયે કેનાલની દેખરેખ રાખનાર ચોકીદાર દ્વારા ચોકી કરવામાં ન આવતાં આ સમસ્યા સર્જાઈ છે. હજુ પણ કેનાલ વિભાગ દ્વારા આ ગેટ બંધ કરવા માટે કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી. ખેડૂતોને ડાંગરના પાકને નુકશાન બાબતે કોણ જવાબદારω પાક બોરાણ જવાના પ્રશ્ને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ખેડૂતો પાકને નુકશાન જવા બાબતે િજલ્લાકક્ષાએ રજૂઆતો કરાશે અને આ બાબતની સહાય મળે તેવી માંગણી પણ કરશે. તેમ તેમણે ઉમેર્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...