તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ: બીલોદરાની બેઠકમાં હોબાળો, અધિકારી વીલા મોંઢે પરત ફર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ નજીક આવેલા બીલોદરામાં ભરવાડો અને દરબારો વચ્ચે થયેલા અથડામણ બાદ વાતાવરણ તંગ બની ગયું હતું. ભરવાડો પણ હીજરત કરી દીધી હતી. ગામમાં તણાવ ભરી સ્થિતિને શાંત પાડવા અને હળીમળીને રહીને વિકાસ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા શાંતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઉમરેઠ સંતરામ મંદિરના ગણેશદાસજી મહારાજ, વીણા દાદુરામ મંદિરના સંત, પ્રાંત અધિકારી નીયતીબેન ઉત્સવ, મામલતદાર, ડીવાયએસપી હરપાલસિંહ રાઠોડ, ફાલ્ગુનીબેન પટેલ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં સમાધાનનો નીવેડો ન આવ્યો
નડિયાદ નજીક આવેલ બીલોદરા ગામમાં તા.28મી ઓગસ્ટના રોજ ભરવાડો અને દરબારો વચ્ચે જુથ અથડામણ થઇ હતી. જેના પગલે 12 દિવસથી ગામમાં તણાવ ભરી સ્થિતિ સર્જાઇ છે. આ અથડામણમાં ક્ષત્રિય મહિલાએ જીવ ગુમાવ્યો હતો. જેના પરિણામે ક્ષત્રિય સમાજના લોકોએ ભરવાડોને વસવાટ નહીં કરવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી. જે સંદર્ભે તણાવભરી સ્થિતિને શાંત પાડવા અને હળીમળીને ગામમાં રહેવા અંગે શનિવારે સંતો, વહિવટીતંત્ર અને પોલીસ તંત્રની ઉપસ્થિતિમાં શાંતિ બેઠક યોજવામાં આવી હતી. પરંતુ બેઠકમાં આવેલા ગ્રામજનોએ ભરવાડોના અનુમાષી ત્રાસ અંગેની વેદનાઓ રજુ કરીને હોબાળો મચાવ્યો હતો. આખરે આ બેઠકમાં કોઇ સમાધાનનો નીવેડો આવ્યો ન હતો. જેથી વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર વીલામોઢે પરત પરી હતી.
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો