તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ: ઘરફોડનો આતંક મચાવનારા MPના બે રિઢા આરોપી ઝબ્બે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ પશ્ચિમના સોસાયટી વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરીને આતંક મચાવનાર મધ્યપ્રદેશના બે રિઢા તસ્કરોને  પીપલગ રોડ પર ઝલક ચોકડી પાસેથી  એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે.  પોલીસે બંને પાસે દેશી તમંચો તથા એક લોખંડનું કાતરીયું ઝડપી પાડ્યુ હતું. 
 
બંને આરોપીએ નડિયાદ અને ઉતરસંડામાં છેલ્લાં છ માસમાં 7 ઘરફોડના ગુના આચર્યા હોવાની પોલીસને પ્રાથમિક પુછપરછમાં જણાવ્યું હતું. જિલ્લા પેરોલ ફ્લો સ્કવોર્ડના પોસઈ બી.આર.પટેલ તથા એલસીબીના એએસઆઈ સરફરાજહુસેન અન્ય સ્ટાફ સાથે ઝલક ચોકડી પાસે વાહન ચેકીંગ દરમિયાન બંને આરોપીને પકડી પાડ્યા હતા. 
 
નડિયાદ તથા ઉતરસંડામાં 6 માસમાં 7 સ્થળે ઘરફોડનો ગુનો આચર્યો
 
- પટેલ સોસાયટીના એક મકાનની બારીની ગ્રીલ તોડી ડ્રોઈંગરૂમમાં મુકેલ તિજોરી તથા કબાટ તોડી ચાંદીના દાગીના, સાંકડા તથા સેટ સહિત કુલ રૂ. 3200ની ચોરી કરી હોવાની કબુલાત. 
- છ માસ પહેલા નડિયાદ પીજ રોડ વલ્લભનગર સોસાયટીના બંગલા નં.58 બંધ મકાનનો નકુચો તોડી રૂ.25 હજાર રોકડા, બે આઈફોન તથા ચાંદીના કડા નંગ-2ની ચોરી.
- વલ્લભનગર સોસાયટી બંગલા નં.56 બંધ મકાનનો નકુચો તોડી ચોરી કરવાનો પ્રયાસ તથા બંગલા નં.52માં ચોરી કરવા જતાં મકાનમાલિક જાગી જતાં ભાગી ગયા હતા.
- 15 દિવસ પહેલા નડિયાદ ક્રિષ્ણાનગર કોલોની મકાનની બારીની ગ્રીલ કાઢી મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાં મુકેલ ચાંદીના છડા, સોનાનો વરખ ચઢાવેલ નેકલેસ્ટ, ઘડિયાળ, ઈમ્પોર્ટેડ ગોગલ્સ તથા રૂ. 5500 રોકડાની ચોરી.
- 15 દિવસ પહેલા નડિયાદ વલ્લભનગર સોસાયટીમાં બે મકાનોની બારીની ગ્રીલ કાઢી ચોરી કરવાનો પ્રયાસ 
- નડિયાદ તાલુકાના ઉતરસંડા રેલવે સ્ટેશન નજીક મેલડીકૃપા બંગલાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી માતાજીનું ચાંદીનુ છત્ર, ચાંદીની ગણપતિની મૂર્તિ તથા દર્શન પેટીમાંથી રૂ.1500ની ચોરી. 
- ઉતરસંડા રેલવે સ્ટેશન રોડ પર આવેલ મેલડીકૃપા બંગલા પાસે મકાન નં.27માં દરવાજાનો નકુચો તોડી રૂ.1300ની મત્તાની ચોરી.
 
આગળની સ્લાઇડમાં વાંચો,દિવસે ફુગ્ગા વેચી રાત્રિનાં ઘરફોડ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો