તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચ દૂધાળાને કતલખાને લઇ જતા 2 ઝડપાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ : મહુધા ચોકડી પરથી પાંચ દૂધાળા પશુઓને કૂરતાપૂર્વક બાંધી લઇ જતી એક પીકડાલુ વાન સાથે બે ઇસમો ઝડપાયા છે. કઠલાલ તરફથી આવતી અને અમદાવાદ તરફ જતું આ વાહન આજે સવારે મહુધા ચોકડી પરથી પસાર થતું હતું ત્યારે પોલીસે તેને ઝડપી લઇ તેમાં બાંધેલા પાંચ  દૂધાળા પશુઓને  બચાવાયા હતા. આ પશુઓને કતલખાને લઇ જવાતા  હોવાનું પોલીસનું અનુમાન છે.

આ અંગે પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, કઠલાલ તરફથી સોમવાર સવારે 11 વાગ્યે આવતી એક પીકઅપ ડાલુ વાન નં. જી જે 01સીઝેડ 9973  મહુધા-મહેમદાવાદ ચોકડી પરથી પસાર થતી હતી ત્યારે પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેની અંદર ટૂંકા દોરડાથી પાંચ પશુઓને કૂરતાપૂર્વક બાંધીને લઇ જવામાં આવતા હોવાનું માલુમ પડયું હતું. આ  રીતે પશુઓની હેરાફેરી કરવા અંગે કોઇ સક્ષમ અધિકારીનું  સર્ટિફિકેટ લીધું નહોતું. તેમજ આ વાહનમાં પશુઓ માટે ઘાસચારા કે પાણીની પણ કોઇ સગવડ નહોતી. તેથી આ પશુઓને કતલ કરવાના ઇરાદે અમદાવાદ તરફ લઇ જવાતા હોવાનું પોલીસનું અનુમાન છે. આમ ગેરકાયદેસરરીતે પશુઓની હેરાફેરી કરવાના મુદે પોલીસે આ વાહનના ચાલક ઇનાયતહુસેન મહમદઇકબાલ શેખ (રહે. જમાલપુર, અમદાવાદ) તથા તેની સાથે  બેઠેલ સફી હાસમભાઇ કુરેશી (રહે. ચકલી વિસ્તાર, મહુધા)ની અટકાયત 
કરી હતી.
અન્ય સમાચારો પણ છે...