તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ: સુજલામ કેનાલમાં બે કિશોરોના ડૂબી જતાં કરુણ મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: વીરપુર ધોરાવાળા રોડ પર આવેલા સુજલામ સુફલામ કેનાલમાં વીરપુરના બે કિશોરો આકસ્મિક રીતે પડી જતાં તેઓ પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. વીરપુર કસ્બામાં રહેતા મુસ્તાકઅહેમદ અબ્સાસી (ઉં.વ.17) તથા સાહીલ મૃત્યુજાં અહેમદ પીરજાદા (ઉં.વ.17) સોમવારે બપોરે વીરપુર ધોરાવાળા રોડ પર આવેલ સુજલામ સુફલામ કેનાલ પાસે ગયા હતા.
દરમિયાન આકસ્મિક રીતે પગ લપસતાં બંન્ને િકશોરો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પોલીસે તરવૈયાઓની મદદથી બંન્ને િકશોરોની શોધખોળ કરતાં બંન્ને િકશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવની જાણ વીરપુર નગરમાં થતાં ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ બનાવ સંદર્ભે વીરપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ગળતેશ્વર નદીમાં ન્હાવા પડેલ યુવક ડુબ્યો

અમદાવાદના વટવા સેન્ટ્રલ પોલીટેકનીકમાં અભ્યાસ કરતાં સતીષ શ્રીરામ ઉપાધ્યાય, રીતેષ શ્રીપાલ સહિત 10 વિદ્યાર્થીઓ સોમવારે સવારે ડાકોર દર્શન કરી ગળતેશ્વર ખાતે આવ્યા હતા. બપોરના 12 કલાકે આ વિદ્યાર્થીઓ મહિસાગર નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાં રીતેષ શ્રીપાલ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિક તરવૈયાઓએ ભારે શોધખોળ બાદ રીતેષની લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. આ અંગે સેવાલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો