નડિયાદ: ત્રણ વર્ષની બાળકી પર રિક્ષાનું વ્હિલ ફરી વળ્યું, માતા ઇજાગ્રસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: વીરપુર તાલુકાના વરધરા પીકઅપ સ્ટેન્ડ પાસે વળાંકમાં એક રિક્ષાચાલકે પોતાની રિક્ષા પુરઝડપે હંકારતાં રિક્ષામાં બેઠેલા માતા-પુત્રી રોડ પર ફંગોળાઈ ગયા હતા. રોડ પર પટકાયેલી 3 વર્ષીય પુત્રી પર રિક્ષાનું ટાયર ફરી વળતાં તેણીનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. જયારે માતાને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

રિક્ષાએ પલટી જતા માતા-પુત્રી રોડ પર પટકાયા

પ્રાપ્ત માહિતી અનુસાર વીરપુર તાલુકાના બોર ગામના જેસીંગભાઈ અમરાભાઈ પરમારની પત્ની કોકીલાબેન તથા દિકરી જીનલ (ઉં.વ.3) મંગળવારે સવારે રિક્ષામાં બેસી વીરપુર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન બપોરે 12 વાગે રિક્ષાચાલકે પોતાની રિક્ષા વરધરા પીકઅપ બસ સ્ટેન્ડ પાસે વળાંકમાં બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારતાં રિક્ષામાં બેઠેલા કોકિલાબેન તથા જીનલ રોડ પર ફંગોળાઈ ગયા હતા. રોડ પર પટકાયેલ જીનલ પર રિક્ષાનું ટાયર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. જ્યારે કોકિલાબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સંદર્ભે જેસીંગભાઈની ફરિયાદના આધારે વીરપુર પોલીસે રિક્ષાચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...