ખેડાના વ્યાજબી ભાવના દુકાનદારોનો પરમીટનો બહિષ્કાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા: ખેડા તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારોએ 15મી ઓગષ્ટના રોજ પરવાનાનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે. પોષણ ક્ષમતાની લાંબા સમયથી થઇ રહેલી માગણીનો ઉકેલ ન આવતાં આ પગલું ભરવા એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું.

વ્યાજબી ભાવની દુકાનના ડિલર્સ અને પીડીએસ યોજના તળે પરવાનો મેળવી સરકારની સુચના મુજબ નિયત ભાવ પ્રમાણે ગ્રાહકોને જથ્થો વિતરણ કરતાં વેપારીઓએ છેલ્લા કેટલાક સમયથી પોષણ ક્ષમતાની માગણી ઉઠાવી છે. ગયા મહિને રાજ્ય એફપીએસ અને કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા રાજ્ય સરકારને એક પત્ર દ્વારા અલ્ટીમેટન આપી જણાવ્યું હતું કે, અમો ડિલર્સની પોષણ ક્ષમતામાં સુધારો થાય તે પ્રકારની વિવિધ માગણીઓ સરકાર દ્વારા સ્વીકારાઈ નથી.
અન્ય સમાચારો પણ છે...