ખેડા જિલ્લામાં શ્રાવણિયો જુગાર પરાકાષ્ટાએ : 16 નબીરા ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: ખેડા જિલ્લામાં શ્રાવણિયો જુગાર તેની પરાકાષ્ટાએ પહોંચ્યો છે. પોલીસની રહેમનજર હેઠળ ઠેરઠેર જુગારની પ્રવૃિત્ત ધમધમી રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે, તો બીજી બાજુ માત્ર કાગળ પર દેખાવ પૂરતા કેટલીક જગ્યાએ કેસ નોંધી તંત્ર દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં જુગારના ત્રણ બનાવો પૈકી ખેડા પાસે  આવેલા માધુપુરાગામે રૂા. 88 હજાર ઉપરાંત લઇને જુગાર રમવા આવેલા છ નબીરાઓ ઝડપાયા છે. આ ઉપરાંત ઠાસરા અને ડાકોરખાતેથી મળી કુલ 16 નબીરાઓ જુગાર રમતા ઝડપાયા છે. જેઓની પાસેથી કુલ રૂા. 94,770નો મુદ્ામાલ મળી  કબ્જે લેવાયો છે.
 
પોલીસે વિવિધ જગ્યાએ દરોડા પાડ્યા

ખેડા નજીક આવેલ માધુપુરાગામે ગઇસાંજે આસપાસના ગામોમાંથી છ ઇસમો જુગાર રમવા આવ્યા હતા. આ વખતે પોલીસે રેડ કરતા મથેર લખુભાઇ સરલા (વસ્ત્રાલ, અમદાવાદ), પ્રવિણ જશુભાઇ કાંગસીયા, (બારેજા), ભાથી મગનભાઇ પરમાર (નાયકા), મહેશ વિષ્ણુભાઇ વાઘેલા (નાયકા) તથા મુકેશ સીતારામ બીગવાલ (નાયકા) ઝડપાઇ ગયા હતા. જેઓની પાસેથી કુલ મળી રૂા. 87,870 મળી આવતા ખેડા પોલીસે તે કબ્જે લઇ તેઓની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી  હાથ ધરી છે.
 
પોલીસે કુલ રૂા. 94,470ની મત્તા કબજે કરી
 
ડાકોરખાતે નાનીભાગોળમાં ગઇ મોડીરાત્રે છ ઇસમો પત્તાપાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં કેયુર વિજયભાઇ પટેલ, ભાવેશ ચંદ્રકાંત પટેલ, રવિ ચંદ્રકાંત પટેલ, દેવ જયદીપભાઇ રાણા, પ્રશાંત ભાલચંદ્ર પટેલ, વિમલ દિલીપભાઇ પટેલ અને િપ્રયાંક અશ્ચિનભાઇ પટેલ (રહે. ડાકોર)નાઓનો સમાવેશ થાય છે. જેઓ પાસેથી કુલ રૂા. 6,270ની મત્તા મળી આવી હતી. ડાકોર પોલીસે આ ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી છે. ઠાસરામાં નહેર પાસેની ખુલ્લી જગ્યામાં રવિવારે સાંજે ત્રણ જણ જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં પરસાર સલીમમિયાં શેખ, ઐયુબમિયાં હુસેનમિયાં શેખ તથા ફારૂકમિયાં અહેમદમિયાં શેખનો સમાવેશ થાય છે. તેઓની પાસેથી રૂા. 630ની રોકડ રકમ કબ્જે કરી ઠાસરા પોલીસે કાર્યવાહી  હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...