તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાતમાં પગારપંચને ઝડપી અમલમાં લાવવા માધ્યમિક શિક્ષકોનાં મૌન ધરણાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ  સાતમા પગારપંચની ઝડપી અમલીકરણની માંગ કરી છે. રાજ્યની  ગાન્ટેડ શાળાના 90હજારથી વધુ શિક્ષકો માટે, આચાર્યો તથા વહીવટી કર્મચારીઓ માટે અમલના દસ માસ પછી પણ તેનો અમલ થયો ન હોવાથી શિક્ષણ આલમમાં રોષ વ્યાપ્યો છે. તેથી  સાતમા પગારપંચના અમલીકરણ તથા  ટ્રાન્સપોર્ટ એલાઉન્સના લાભ અને ગાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભર્તી  જેવા પડતર પશ્નો સંદર્ભે આજે શિક્ષકો દ્વારા સોમવારે નડિયાદ તથા આણંદમાં કલેકટરને આવેદનપત્ર આપી સરકાર સુધી પહોંચાડવા માટેની માંગ કરી હતી.

ખેડા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ કલેકટકર ર્ડા. કુલદીપ આર્યને આ આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. જેમાં વિવિધ પડતર માગણી સંદર્ભે આજે ગુજરાતના જિલ્લા મથકોએ શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યકમનું આયોજન કરાયું હતું. જેમાં ખેડા જિલ્લાના  માધ્યમિક શિક્ષકો  પણ આ આંદોલનમાં જોડાયા હતા. આજે બપોરે તેઓ સૂત્રોચ્ચાર કરતા કલેકટર કચેરીએ પહોંચી  પોતાની જુદી જુદી ત્રણ માગણીઓ અંગેનું આવેદનપત્ર કલેકટરને આપયું હતું. આ આવેદનપત્ર આપતી વેળાએ સંકલન સમિતિના પ્રમુખ ચંપકલાલ સેવક, અધ્યક્ષ વિજયભાઇ એફ. પટેલ,  મહામંત્રી કમલેશભાઇ  પટેલ સહિત શિક્ષકો હાજર હતા. 
અન્ય સમાચારો પણ છે...