તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરસવણીમાં સંતરામ વાટિકાના સંત બ્રહ્મલીન થયાં : ભક્તોમાં શોક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ સંતરામ મંદિર સંચાલિત સરસવણીમાં આવેલા સંતરામ વાટિકા સ્થાનની સેવા સંભાળ રાખી નિત્ય સેવા પૂજા કરનાર સંત ઓમકારનંદજી સોમવારે વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા.  બ્રહ્મલીન અષ્ઠમ મહત પૂ. નારાયણદાસજી મહારાજે તેઓને મંત્ર દિક્ષા આપી હતી. સદ્દગતના પાર્થિવ શરીરને નડિયાદ લાવ્યા બાદ બપોરે સંતરામ મંદિરમાં આવેલી સંત સમાધિ સ્થાન પાસે તેઓને સંતો-મહતોની ઉપસ્થિતિમાં સમાધિ આપવામાં આવી હતી. 

મહેમદાવાદ નજીક સરસવણીમાં નડિયાદ સંતરામ મંદિર સંચાલિત સંતરામવાટિકા આવેલી છે. જ્યાં છેલ્લા દસ વર્ષથી સંત ઓમકારનંદજી (આદેશ) નિત્ય સેવા પૂજા કરીને આ મંદિરની સારસંભાળ રાખતા હતા. 
અન્ય સમાચારો પણ છે...