તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ: ગ્રામ વિકાસ એજન્સીમાં ફરજ બજાવતા કર્મીઓનો વિરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકામાં આવેલી તેને સંલગ્ન કચેરીઓમાં ફરજ બજાવતા 600થી વધુ કર્મચારીઓની પડતર માગણીઓને લઇને નડિયાદના સરદાર ભવન પાસેના કમ્પાઉન્ડમાં એકત્રિત થઇને ભારે વિરોધ વ્યકત કર્યો હતો. તેમજ આ બાબતે જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો, આગામી 15 દિવસમાં રેલી યોજી,ધરણા કરીને વિરોધ વ્યકત કરવામાં આવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

ફિકસ પગારમાં જ કામ ચલાવવામાં આવી રહ્યાં છે

આ અંગેની વધુ માહિતી આપતાં અગિયાર મહિનાના કોન્ટ્રાકટ પર ફરજ બજાવતાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને દરેક તાલુકા કક્ષાએ આવેલી તાલુકા પંચાયતની કચેરીઓમાં અમે ફરજ બજાવીએ છીએ અંદાજે 600 જેટલા કર્મચારીઓને કામ કરાવવામં આવે છે પરંતુ તેઓને સમાન કામના બદલામાં સમાન વેતન આપવામાં આવતું નથી. સરકારની જુદી જુદી યોજનાઓના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે અમે રાત દિવસ કામ કરી રહ્યાં છે. તેમછતાં પણ અમારા પગાર વધારાની કોઇ જ વાત કરવામાં આવતી નથી. માત્ર ફિકસ પગારમાં જ કામ ચલાવવામાં આવી રહ્યાં છે.

પગાર કાપી લેવાની તેમજ લેખિતમાં નોટિસ આપવાની ચિમકી

સરકારમાં આવતાં કામો જેવા કે, ગરીબ કલ્યાણ મેળા, સેવા સેતુ, પ્રગતિ સેતુ, પણ સફળ બનાવીએ છીએ પરંતુ, અન્ય કર્મચારીઓના પગાર અને ટી.એ. ડી.એમાં ભારે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. અમો જયારે પણ સમાન વેતનની વાત કરીએ છીએ, ત્યારે તેઓ અમોને નોકરીમાંથી છુટા કરી દેવાની ધમકી આપે છે. પગાર કાપી લેવાની તેમજ લેખિતમાં નોટિસ આપવાની ચિમકી ઉચ્ચારે છે. સાથે સાથે અગિયાર મહિના પૂર્ણ થવા છતાં રિન્યુ કરવામાં પણ મહિનો કાઢી નાંખે છે.

15 દિવસ બાદ રેલી કાઢવામાં આવશે

જયારે સરકારના અન્ય કર્મચારીઓને રાજ્યની જુદી જુદી શાખાઓમાં પગાર ધોરણ આપવામાં આવે છે તે રીતે આપવામાં આવતો નથી. આવી પડતર માગણીઓને લઇને કર્મચારીઓ તા.17મીથી હળતાળ પર ઉતરી ગયા છે તેમજ આગામી દિવસોમાં પણ આ જયાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે. સાથે સાથે 15 દિવસ બાદ રેલી કાઢવામાં આવશે. તેવી ચિમકી પણ સરદાર ભવન પાસે એકત્રિત થયેલા કર્મચારીઓએ ઉચ્ચારી હતી. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ઠાસરામાં કર્મચારીઓનું તંત્રને આવેદનપત્ર....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો