નડિયાદના ભુમેલ ગુરૂકુળ નજીક રિક્ષા પલ્ટી ખાતાં બાળકનું મૃત્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ તાલુકાના ભુમેલ ગુરૂકુળ સામે રિક્ષાચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં રિક્ષા ખાડામાં પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં એક બાળકનું મૃત્યુ નીપજ્યુ હતું. જ્યારે અન્ય ત્રણ વ્યકિતઓને શરીરે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ તાલુકાના ભુમેલ ગામના જયેશભાઈ કનુભાઈ જાદવ, મહેશભાઈ પ્રભાતભાઈ સોઢા પરમાર, પ્રથમ ઠાકોરભાઈ જાદવ તથા દિપક અરવિંદભાઈ જાદવ (ઉં.વ.સાડાચાર) સોમવારે સાંજના એક રિક્ષામાં બેસી ભુમેલથી નડિયાદ તરફ જતા હતા. દરમિયાન સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં રિક્ષા સ્વામિનારાયણ ગુરૂકુળ સામે આવેલ ખાડામાં પલ્ટી ખાઈ ગઈ હતી.
 
ચારેય વ્યકિતઓને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
 
જેથી રિક્ષામાં બેઠેલા ચારેય વ્યકિતઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે દિપક જાદવ (ઉં.વ.સાડા ચાર)ને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ ચકલાસી પોલીસ મથકે થતાં પોસઈ એ.એન.પ્રજાપતિએ હોસ્પિટલ પહોંચી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...