તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદની મહિલાના હત્યા કેસ: પોલીસે બે ટીમ બનાવી, તપાસનો ધમધમાટ શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ પીજ રોડ પર આવેલ દુર્ગાપાર્ક સોસાયટીમાં એક મહિલાની કોઈ અજાણ્યા ઈસમે તિક્ષ્ણ હથિયારથી ગળાના તેમજ છાતીના ભાગે હુમલો કરી મોત નીપજાવ્યુ હતું. આ સંદર્ભે શહેર પશ્ચિમ પોલીસે મહિલાના પતિની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેર પશ્ચિમ તથા એલસીબીની ટીમો આ હત્યાના ગુનાનું પગેરું શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નડિયાદ દુર્ગાપાર્ક સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ જશભાઈ પટેલ નવા બસ સ્ટેન્ડ પાસે પોતાનું અક્ષર પ્રોવીઝન સ્ટોર્સ ધરાવે છે. બુધવારે સાંજના સમયે હર્ષદભાઈના પત્ની લત્તાબહેન (ઉં.વ.53) પોતાના ઘરે એકલા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે તેમના ઘરમાં પ્રવેશ કરી રસોડામાં કામ કરતાં હતા, તે વખતે અજાણ્યા ઈસમે લતાબેનના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ગળું કાપી નાખ્યુ હતું. ત્યારબાદ છાતીના ભાગે 6 જેટલા ઘા મારતાં લતાબેન લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા લતાબેનનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતું. રાત્રે હર્ષદભાઈ પોતાની દુકાન બંધ કરી ઘરે આવતાં ઘરનું બારણુ અર્ધખુલ્લુ તથા રૂમમાં ટીવી ચાલુ હતું. તેઓએ પોતાની પત્નીને ન જોતાં રસોડામાં તપાસ કરતાં રસોડામાં લતાબેનની લાશ લોહીલુહાણ હાલતમાં જોતાં તેઓ ગભરાઈ ગયા હતા.
આ સંદર્ભે હર્ષદભાઈએ શહેર પશ્ચિમ પોલીસ મથકે જાણ કરતાં પી.આઈ એસ.એસ.મલ્હી, એલ.સી.બી પી.આઈ વી.જે.રાઠોડ, એસ.સી.એસ.ટી સેલના ડી.વાય.એસ.પી ફાલ્ગુનીબેન પટેલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે લાશનું ઈન્કવેસ્ટભરી લાશને પોસ્ટમાર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. લતાબેનને અજાણ્યા ઈસમે તિક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ત્રણ ઈંચ ઉંડો ઘા મારી ગળુ કાપી નાંખ્યુ હતું. તથા છાતીના ભાગે 6 જેટલા ઉપરાછાપરી ઘા માર્યા હોવાનું પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં માલૂમ પડ્યુ હતું. આ સંદર્ભે સ્થાનિક પોલીસ તથા એલ.સી.બીની ટીમ અલગ અલગ એંગલથી ગુનાનું પગેરૂં શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં એક ટીમ લૂંટ – ચોરીના અેંગલ ઉપર તથા એક ટીમ પારીવારીક દુશ્મનીના કારણે હત્યા કરવામાં આવી છે કે કેમ? તે અંગે તપાસ કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો