તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચરોતરના વાતાવરણમાં પલટો: મહુધામાં 1 ઈંચ, કપડવંજમાં અડધો ઈંચ વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: ચરોતરમાં પંદર દિવસ બાદ બુધવાર રાતથી વાતાવરણ પલટાયું હતું. બુધવારે રાત્રે આણંદમાં વરસાદ પડતાં પંડાલો ભીંજાતા મંડળોમાં ભાગદોડ મચી હતી. જ્યારે નડિયાદમાં ગુરુવારે સાંજે અમીછાંટણા થયા હતા. મહુધામાં 1 ઈંચથી વધુ અને કપડવંજમાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
ગુરૂવારે સવારથી જ આકાશ સ્વચ્છ હતું. પરંતુ બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેમાં કપડવંજમાં સાંજે 4 કલાકે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત કપડવંજમાં રત્નાકર માતાજીના મંદિરે મેળો ભરાયો હતો.
વરસાદના કારણે મેળો માણવા આવેલા પ્રજાજનમાં વરસાદથી બચવા માટે દોડધામ કરી મુકી હતી. જ્યારે મેળાના સ્ટોલવાળાઓ તથા પાથરણાંવાળાઓએ પોતાનો સામાન પલળી ન જાય તે માટે તેને ઢાંકી દેવાના પ્રયત્નો હાથ ધરતાં જોવા મળ્યા હતા. જ્યારે મહુધામાં પાંચ વાગે વરસાદ તુટી પડ્યો હતો. અડધો કલાકમાં 27 મીમી વરસાદ પડ્યો હતો. કપડવંજમાં 16 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે નડિયાદ તાલુકાના ચકલાસીમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ચકલાસીમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો અને કેટલીક જગ્યાએ ઝાડ પડવાના પણ બનાવો બન્યા હતા.
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...