તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદનાં કાઉન્સિલરની પુત્રવધુએ અમદાવાદ જઇ વખ ઘોળ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
 
નડિયાદ: નડિયાદ પાલિકામાં અપક્ષ કાઉન્સિલરનાં પુત્રવધુએ સાસુ, સસરા અને પુત્ર સામે દહેજની માંગણી અને મારઝૂડ કરવામાં આવતા હોવાથી પિયર અમદાવાદ જઇને ઝેરી દવા ગટગટાવી લીધી હોવાની ફરિયાદ બાપુનગર પોલીસ મથકે નોંધાઇ છે. કાઉન્સિલરે પોતાની પુત્રવધુ ચારિત્ર્યહિન હોવાના આક્ષેપ કર્યા છે. આ અંગે  ઝેરી દવા ગટગટાવનાર પુત્રીનાં પિતા શૈલેષભાઇ બારોટે જણાવ્યું હતું કે, નડિયાદ નગરપાલિકામાં અપક્ષ કાઉન્સીલર ટિકેન્દ્રભાઇ બારોટના પુત્રની સાથે દસ વર્ષ અગાઉ મારી દિકરીના લગ્ન થયા હતા. 
 
લગ્ન બાદ અવારનવાર ઘરકંકાશ થતો હતો
 
તેના લગ્ન બાદ અવારનવાર ઘરકંકાશ થતો હતો. પરંતુ સંસાર હોઇ આવુ ચાલ્યા કરે તેમ સમજીને દિકરીને સમજાવતા હતા. પરંતુ એક સપ્તાહ પહેલા  નડિયાદથી ફોન આવતાં હું ત્યાં ગયો હતો. તેમજ તેઓએ દહેજની માંગણી કરી હતી. સાથે સાથે નાણાં પણ માગ્યાં હતા. જયારે આ બાબતે મારી પુત્રિ કિંજલને અવારનવાર તેનો પતિ માર મારતો હતો તેમજ સાસુ પણ તેને મહેણાં ટોણા મારતી હતી. જેથી હું મારી પુત્રીને મારા ઘરે લઇ આવ્યો હતો. 
 
સાંજે એકાએક કિંજલે દવા ગટગટાવી લીધી હતી
 
પરંતુ ગુરૂવારે સાંજે એકાએક કિંજલે દવા ગટગટાવી લીધી હતી. જેની જાણ થતાં જ હું તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. હાલમાં તેની તબિયત સુધારા પર છે. આ બાબતે બાપુનગર પોલીસમાં  સસરા, સાસુ અને પતિ વિરૂધ્ધ દહેજ બાબતે શારિરીક ત્રાસ આપતાં હોવા સંદર્ભેની ફરિયાદ આપી છે. 
 
તમામ આક્ષેપ પાયા વિહોણાં : ટીકેન્દ્ર બારોટ
 
પાલિકાના કાઉન્સિલર ટિકેન્દ્રભાઇ બારોટનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, મારા, મારી પત્ની અને પુત્રની વિરૂદ્ધ લગાવવામાં આવેલા આક્ષેપો સાવ ખોટા છે. લગ્નનાં દસ વર્ષ બાદ દહેજની માગણી કરવામાં આવી હોય તે વાત જ સાવ ખોટી છે. અવારનવાર અમારી પુત્રવધુને ચાલ ચલગતને લઇને વિવાદ થતો હતો. ઘણી વખત સમજાવવા છતાં તેમાં કોઇ જ સુધારો થયો ન હતો. જેથી તેના પિતાને બોલાવીને પરત લઇ જવા કહ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો