પરિવાર સાથે વેપારીની સામુહિક આત્મહત્યા, 12 દિવસે 12 વર્ષની પુત્રીની લાશ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: કઠલાલના વેપારીએ આર્થિક સંકડામણના કારણે પત્ની તથા ત્રણ પુત્રીઓ સહિત ઘોઘાવાડા શેઢી કેનાલમાં તા. 4થી સપ્ટેમ્બરની રાત્રે ઝંપલાવીને જીંદગીનો અંત આણ્યો હતો. જેમાં પતિ-પત્ની અને બે પુત્રીઓની લાશ મળી ગઈ હતી. જ્યારે અન્ય એક પુત્રીની લાશની શોધખોળ હાથ ધરાઈ હતી પરંતુ આ લાશ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. 12 દિવસ બાદ મહુધાના ખાંડીવાવ પાસેથી શુક્રવારે સવારે 12 વર્ષની જીનલનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. મહુધા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેપારી કેનાલ પાસે આવીને મોતની છલાંગ લગાવી

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, કઠલાલ જૂની કન્યાશાળાની બાજુમાં આવેલ વાળંદવાસમાં રહેતા મુકેશભાઈ કાંતીલાલ શર્મા (ઉં.વ.44)એ આર્થિક સંકડામણના કારણે પત્ની સહિત ત્રણ દિકરીઓ સાથે તા.4થી રાત્રે ઘોઘાવાડા શેઢી કેનાલ પાસે આવીને મોતની છલાંગ લગાવી હતી. જેમાં વેપારીના પત્ની લલીતાબેન તથા મોટી દિકરી જાનવીની લાશ તા.5મીના રોજ મળી હતી. જ્યારે તા.6ઠ્ઠીના રોજ વેપારી મુકેશભાઈ અને 4 વર્ષની પ્રિયાંશીની લાશ મળી આવી હતી. જ્યારે જીનલ (ઉં.વ.12)ની લાશની શોધખોળ આરંભી હતી. પરંતુ તેનો કોઈ જ પત્તો મળ્યો નહતો. આ ઘટનાના 12 દિવસ બાદ જીનલનો મૃતદેહ મહુધાના ખાંડીવાવ પાસેથી વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે લાશ કબ્જે કરીને વાલીવારસોને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...