તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ પટેલપાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.5 લાખની મત્તા લઈ ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ:નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલપાર્ક સોસાયટીના એક બંધ મકાનનું તાળું તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ રૂ. 5,62,500ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે શહેર પશ્ચિમ પોલીસે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નડિયાદ નહેર પાસે આવેલ પટેલપાર્ક સોસાયટીમાં મહેન્દ્રભાઈ ભાઈલાલભાઈ પટેલ રહે છે. તેઓ નિવૃત મીલકામદાર છે. મહેન્દ્રભાઈ પોતાની દિકરી અર્ચનાબેન સાથે રહે છે. તા.10મીના રોજ મહેન્દ્રભાઈના સાઢુના દિકરાની વહુ આફ્રીકાથી અમદાવાદ આવવાની હોય, તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર રાત્રીના સમયે તેઓને લેવા માટે ગયા હતા.
મહેન્દ્રભાઈ પોતાનુ મકાન બહારથી બંધ કરી અમદાવાદ જવા નીકળ્યા હતા
મહેન્દ્રભાઈની દિકરી અર્ચનાબેન પોતાના ઘરે મકાનમાં સુઈ ગયા હતા. મહેન્દ્રભાઈ પોતાનુ મકાન બહારથી બંધ કરી અમદાવાદ જવા નીકળ્યા હતા. દરમિયાન અમદાવાદથી સવારે પરત આવતાં તેઓએ પોતાના મકાનના મુખ્ય દરવાજાને મારેલ તાળું નકુચા સાથે તુટેલ જોયુ હતું. ત્યારબાદ ઈન્ટરલોક પણ કોઈ સાધન વડે તોડેલ હોવાનું નજરે પડ્યુ હતું. મહેન્દ્રભાઈએ પોતાના મકાનમાં જઈ દિકરી અર્ચનાને બૂમો પાડતાં તે જે રૂમમાં સુતી હતી. તે રૂમને બહારથી સ્ટોપર મારેલ હતી. જેથી મહેન્દ્રભાઈએ અર્ચનાની રૂમ ખોલતાં તે બહાર આવી હતી. ત્યારબાદ ઉપરના માળે બેડરૂમમાં તપાસ કરતાં દિવાલમાં બનાવેલ તિજોરીનો સામાન રફેદફે થયેલ હતો.
પોલીસે તપાસ કરતાં કુલ રૂ. 5,62,500ની મત્તાની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યુ
તેઓએ તિજોરીમાં તપાસ કરતાં તિજોરીમાં મુકેલ સોનાના 14 તોલા 7 ગ્રામ વજનના દાગીના, 85 ગ્રામ વજનના ચાંદીના દાગીના તથા રૂ.1,25,000 રોકડાની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યુ હતું. જે સંદર્ભે મહેન્દ્રભાઈએ શહેર પશ્ચિમ પોલીસ મથકે જાણ કરતાં પી.આઈ એસ.એસ.મલ્હી સહિત પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તપાસ કરતાં કુલ રૂ. 5,62,500ની મત્તાની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યુ હતું. જે સંદર્ભે મહેન્દ્રભાઈની ફરિયાદના આધારે શહેર પશ્ચિમ પોલીસે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુનાનું પગેરૂં શોધવા ડોગ સ્કવોર્ડની મદદ લેવાઈ
પોતાના સાઢુના દિકરાની વહુને લેવા ગયેલ મહેન્દ્રભાઈ પટેલના મકાનમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ રૂ. 5.62 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સંદર્ભે શહેર પશ્ચિમ પોલીસે તસ્કરોનું પગેરૂં શોધવા ડોગ સ્કવોર્ડ તથા િફંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો