નડિયાદ:સરદાર ભવનમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ:ખેડાની જિલ્લાકક્ષાની 30થી 35 જેટલી કચેરીનું વડું મથક ધરાવતાં નડિયાદ સરદાર ભવનના સમારકામ અને રખરખાવટના અભાવે દિવસે દિવસે હાલત કથળી રહી છે. તેમાંય ખાસ કરીને લાખોના ખર્ચે નાખવામાં આવેલી ફાયરસેફ્ટિ કટાઇ ગઇ હોવાથી કટોકટીના સમયે દગો આપે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
Paragraph Filter
- નડિયાદ સરદાર ભવનમાં નાખવામાં આવેલી ફાયરસેફ્ટિ કટાઇ ગઇ
શહેરના જાગ્રત નાગરિક સંદિપભાઈ પરમારે જણાવ્યું હતું કે ‘ખેડા જિલ્લાની વહીવટી કામગીરીની આશરે 30થી 35 જેટલી કચેરી ધરાવતાં સરદાર ભવનની સુરક્ષાના નામે મોટો શૂન્યવકાશ સર્જાયો છે. ખાસ કરીને જિલ્લાના મોટાં મોટાં પ્રોજેક્ટના અગત્યના દસ્તાવેજો, વિકાસ કામો, તપાસના કાગળો સહિતના દસ્તાવેજો અહીંની કચેરીમાં ખડકાયેલાં છે. આમ છતાં સરદાર ભવનની ફાયરસેફ્ટિના ધજાગરાં ઊડી રહ્યાં છે.
સરદાર ભવનના અગાઉ વર્ષો પહેલાં લાખો રૂિપયાના ખર્ચે ફાયરસેફ્ટિ માટે પાઇપ, વાલ્વ, પાણીની ટાંકી સહિતની સુવિધા ઊભી કરવામાં આવી હતી, પરંતુ તેની રખરખાવટ માટે પાછું વાળીને જોયું જ ન હોય તેમ બધું જ કટાઇ ગયું છે. હાલ આ ફાયરસેફ્ટિ એટલી ખરાબ હાલતમાં છે કે આગ લાગે તો કૂવો ખોદવો પડે. ફાયરસેફ્ટિની ખરાબ હાલત જોઈ અહીં આવતાં જતાં અરજદારોમાં પણ ભારે આશ્ચર્ય જન્મ્યું છે.’
આગળની સ્લાઈડ્સમાં વાંચો, મરામત કરવામાં આવશે, સરદાર ભવનમાં ઠેર-ઠેર ગંદકીનાં ઢગલાં ...
અન્ય સમાચારો પણ છે...