તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદના ખેલાડીઓ નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક્સમાં ચેમ્પિયન,બનાવ્યો રેકોર્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલ નેશનલ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ 2016માં નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષના ટ્રેનીંગ લેતાં બે વિદ્યાર્થીઓએ 1000 મીટર સ્પર્ધામાં ગોલ્ડ તથા સીલ્વર મેડલ મેળવી સમગ્ર દેશમાં નડિયાદ તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે. જ્યારે 600 મીટર એથ્લેટીક્સ સ્પર્ધામાં અન્ડર 14માં સીલ્વર મેડલ મેળવ્યો છે. 1000મી સ્પર્ધામાં ગોલ્ડમેડલ મેળવનાર કસબીર વસાણીએ 2:35:09 મીનીટમાં અંતર કાપી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હોવાનું કોચ કેપ્ટન અજીમોન કે.એસે જણાવ્યુ હતું.

કેપ્ટન અજીમોન કે.એસના માર્ગદર્શન હેઠળ ટ્રેનીંગ

નડિયાદ ખાતે ખેડા જિલ્લા સ્પોર્ટસ કોમ્પલેક્ષ આવેલું છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ રમતોમાં ભાગ લેતા ખેલાડીઓ અહીં રહી જે તે રમતોના કોચના માર્ગદર્શન હેઠળ ટ્રેનીંગ લઈ રહ્યા છે. આ રમતવીરો દેશ અને વિદેશમાં રમાઈ રહેલ રમતોમાં ભાગ લઈ અગ્રેસર રહે છે. હાલમાં વિશાખાપટ્ટનમ ખાતે તા. 25 થી 27 નવેમ્બર દરમિયાન રમાઈ રહેલ નેશનલ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ – 2016માં નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રહી કેપ્ટન અજીમોન કે.એસના માર્ગદર્શન ટ્રેનીંગ લેતા હેઠળ કસબીર વસાણી, અનિલ બામણીયાએ 1000 મીટર એથ્લેટસ સ્પર્ધામાં અંડર 16માં ચંદુજી ઠાકોર અંડર 14માં 600 મીટર સ્પર્ધામાં તથા શિલ્પા ઠાકોર આસી.કોચ કુલવિંદર કૌર સાથે ભાગ લેવા ગયા હતા.

(તસવીરોઃ વિજય પંડ્યા, નડિયાદ)
તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો અને વાંચો, 1000મી.ની સ્પર્ધામાં 2મિનિટમાં કાપ્યું અંતર....
અન્ય સમાચારો પણ છે...