તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ: સબજેલ તોડીને કોમ્પલેક્ષ બનાવવાનો નિર્ણય અંતે પડતો મુકાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ નગરપાલિકાની સોમવારે બપોરે 12 કલાકે સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં ગતસભામાં થયેલા સ્ટેશન પાસે આવેલ સબજેલને ઉતારવાની દરખાસ્તનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ બાબતે સરકારમાંથી મંજૂરી આવ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવી તેવી રજૂઆત થઈ હતી. સભાની કાર્યવાહી બે જ મીનીટમાં સમેટાઈ લેવાઈ હતી. નડિયાદ નગરપાલિકાના સભાગૃહમાં બપોરે 12 કલાકે નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ હિતેષભાઈ પટેલના અધ્યક્ષપદે યોજાઈ હતી.જેમાં તા.30 એપ્રિલના રોજ સભામાં ઠરાવ થયો હતો કે, રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ જુની સબજેલને તોડીને નગરપાલિકા દ્વારા કોમ્પલેક્ષ બનાવવા માટે જેલને ઉતારવાની કાર્યવાહી કરવાનો નિર્ણયનો પાલિકા સદસ્ય દિપલબેન પટેલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
કારણકે આ બાબતની સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ જ આ ઠરાવ પસાર કરવો તેવી રજૂઆત કરાઈ હતી. જેથી આ બાબત મુલત્વી રખાઈ હતી. આ ઉપરાંત પાલિકા સદસ્ય નરેશભાઈ બ્રહ્મભટ્ટે અગાઉની સામાન્ય સભામાં ઠરાવ કરાયો હતો કે, પાલિકા પ્રમુખ હિતેષભાઈ પટેલની સ્થાનિક સત્તામંડળના પ્રતિનિધિ તરીકે ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિમાં નિમણુંક કરવાની દરખાસ્ત વિઠ્ઠલભાઈ ભીલે તથા ટેકો આપનાર સોનલબેન તળપદાએ કર્યો હતો પરંતુ સોનલબેન તળપદા ગત સામાન્ય સભામાં ગેરહાજર હતા. જેથી આ ઠરાવને સુધારવાની રજૂઆત કરી હતી. સાથે-સાથે તેમની નિમણુંક થવા બદલ શુભેચ્છા પણ આપી હતી. આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ સભામાં પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો