તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં મહિલાની તિક્ષ્ણ હથિયારથી હુમલો, ઘટનાસ્થળે મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ દુર્ગાપાર્ક સોસાયટીના મકાન નં.9માં રહેતી એક મહિલાની કોઈ અજાણ્યા ઈસમે તેણીની એકલતાનો લાભ લઈ માથાના, છાતીના તથા ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોત નીપજાવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

નડિયાદ દુર્ગાપાર્ક સોસાયટીમાં હર્ષદભાઈ પટેલ નવા બસ સ્ટેન્ડ પાસે અક્ષર પ્રોવીઝન સ્ટોર્સ ધરાવે છે. બુધવારે સાંજના તેમના પત્ની લતાબેન (54) ઘરે એકલા હતા. તે દરમિયાન કોઈ ઈસમે તેમની એકલતાનો લાભ લઈ ઘરમાં પ્રવેશી રસોડામાં કામ કરતા લતાબેનને ગળાના ભાગે, છાતીના ભાગે તથા માથામાં તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં જ ફસડાઈ પડ્યા હતા. ગંભીર ઘવાયેલા લતાબેનનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. સાંજે 9 કલાકે હર્ષદભાઈ પોતાની દુકાન બંધ કરી ઘરે ગયા હતા.

પોતાના મકાનનો દરવાજો અર્ધખુલ્લો જોયો હતો. જ્યારે રૂમમાં ટીવી ચાલુ હતું. તેઓએ મકાનમાં જોતાં રસોડામાં પત્ની લતાબેનને લોહીલુહાણ હાલતમાં જોતાં તેઓ ગભરાઈ ગયા હતા. આ સંદર્ભે હર્ષદભાઈએ શહેર પશ્ચિમ પોલીસ મથકે જાણ કરતાં પી.આઈ એસ.એસ.મલ્હી, એલ.સી.બી પોલીસ તથા એસ.ઓ.જી પી.આઈ ડી.એ.ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવની જાણ આજુબાજુની સોસાયટીના રહીશોને થતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તુરંત જ કોઈ ઈસમે લતાબેનની હત્યા કરી ફરાર થઈ ગયો હોવાનું જણાઈ આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો