તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતો પર અત્યાચાર સામે આક્રોશ: નડિયાદમાં મહારેલી, બંધનું એલાન નિષ્ફળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: ઉનાના સામઢીયાળામાં દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં મંગળવારે સવારે 11 કલાકે નડિયાદ શહેરમાં ‘જય ભીમનાથ’ ના નાદ સાથે વિશાળ રેલી નીકળી હતી. આ રેલી નગરના જાહેરમાર્ગો પર ફરીને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી. જયાં દલિત સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને જિલ્લામાં વસતા દલિત સમાજના લોકો સાથે આવા બનાવો ભવિષ્યમાં ન બને તેમ માટે તંત્ર દ્વારા યોગ્ય ભગલા ભરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.

ભીમનાથ નાદ સાથે રેલી, કલેકટર કચેરીએ સૂત્રોચ્ચાર

નડિયાદ શહેરના ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં દલિતો એકત્રિત થયા હતા. ત્યારબાદ ભીમનાથ નાદ સાથે રેલી નીકળી હતી. આ રેલી નગરના સ્ટેશન રોડ, નગરપાલિકા રોડ, સરદાર પટેલ ભવન થઇ, મિશનરોડ, રામતલાવડી થઇને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી. કલેકટર કચેરીએ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દલિત સમાજના આગેવાનો દ્વારા સામઢીયાળામાં દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચારને ખેડા જિલ્લાના સમગ્ર અનુસુચિત જાતિ સમાજ વખોડી કાઢે છે અને આ અત્યાચારના ગુનેગારો સામે સખ્તમાં સખત પગલા અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેમજ કાયદાકિય કાર્યવાહી કરી ફરીથી આવા ગરીબ અનુસુચિત જાતિ સમાજ પ્રત્યે અમાનુષી બનાવ ન બને તેવી તકેદારી લવાની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.

ગૌરક્ષકોના લોકો હવે પછી મૃત ગાયોની અંતિમ ક્રિયા કરશે

જિલ્લામાં મૃત પશુઓ તથા મૃત ગાયોના નિકાલ માટે ગૌરક્ષકોને કામગીરી કરવા જાહેરાત આપે અને આવા ગૌરક્ષક મૃત ગાયો ઉપાડવાની કામગીરી હાથ પર લેવા માંગતા હોઇ તેમના નામ અને નંબરો જાહેર કરી દરેક ગ્રામપંચાયતના નોટિસ બોર્ડ ઉપર તેમની યાદીઓ મુકવામાં આવે. જે ગૌરક્ષકોના લોકો હવે પછી મૃત ગાયોની અંતિમ ક્રિયા કરશે. અનુસુચિત જાતિ સમાજ હવે આ કામમાંથી મુકિત માગે છે. હવેથી ચુસ્ત પણે પાલન કરાવાય તેવી અમારી માગ છે. જો હવે પછી આવી જધન્ય ઘટના બનશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદરી સરકારની રહેશે. જયારે છેલ્લા વર્ષો દરમિયાન ખેડા જિલ્લામાં થયેલા એટ્રોસીટીના કેસોની તટસ્થ તપાસ કરી ઝડપી ન્યાય આપવામાં આવે તેવી માગ છે. તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું. આ રેલીમાં સામાજીક કાર્યકર નરેન્દ્રભાઇ નકુમ, મનુભાઇ રાઠોડ સહિત મોટી સંખ્યામાં દલિત ભાઇઓ –બહેનો જોડાયા હતા.
આગળની સ્લાઇડમાં જુઓ વધુ તસવીરો અને વાંચો, દલિતો પર હુમલાના વિરોધમાં તારાપુરમાં આવેદનપત્ર....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો