તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ: કપડવંજના મુખ્યમાર્ગો પડેલાં ખાડાં, રાહદારીને અવરજવરમાં મુશ્કેલીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: કપડવંજ શહેરમાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદના પગલે નગરના વિવિધ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તેમજ ઠેર-ઠેર ખાડા પણ પડી ગયા હતા. આ આર.સી.સી માર્ગો પર પડેલા ખાડાના કારણે રસ્તો બનાવવામાં હલકી ગુણવત્તાનો સામાન વપરાયો હોવાની બૂમ ઉઠી છે. સત્વરે આ ખાડાઓનું પુરણ કરવામાં આવે તેવી માંગણી છે.

વાહનચાલકો ને રાહદારીને અવરજવર કરવામાં પડતી પારાવાર મુશ્કેલીઓ

કપડવંજના સુરેશભાઈ દરજીએ જણાવ્યુ હતું કે, કપડવંજ નગરમાં પાલિકાતંત્ર દ્વારા અનેક વિસ્તારોના આર.સી.સી રોડ બનાવવામાં આવ્યા છે. આ આર.સી.સી રોડ ઉપર પહેલા વરસાદમાં જ રોડની પોલ ખુલી ગઈ હતી. વરસાદી પાણી ઉતર્યા બાદ ઠેર-ઠેર આર.સી.સી રોડ પર ખાડા પડી ગયા છે. જ્યારે આઝાદચોક, મીનાબજાર, સુથારવાડ, ગાંધીચોક, લાંબીશેરી, મોટા નાગરવાડના ઢાળ, શહીદચોક વગેરે મુખ્યમાર્ગો પર નાના-મોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આ રસ્તા ઉપરથી અવરજવર કરતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પાલિકાતંત્રવરે રસ્તા પર પડેલા ખાડાઓ પુરીને સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પાલિકા તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ

નગરના વિવિધ માર્ગો પર નાના મોટા ખસરવેનીયા હતા. તે બાબતે પાલિકાતંત્રત્યારબાદ ખાડા પુરવઠાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. - દીપેન્દ્રભાઈ ગઢવી, ચીફ ઓફીર, કપડવંજ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો