તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદ: કાલસરમાં કિશોરીની હત્યાના મુદ્દે અજંપાભરી સ્થિતિ યથાવત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ/ડાકોર:ડાકોર નજીક આવેલ કાલસર ગામમાં તા.23મી ફેબ્રુઆરીના રોજ એક કિશોરીને ગામના વિધર્મી યુવકે કેનાલમાં ધક્કો મારીને હત્યા કરવાના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. ગામમાં તંગદીલી વાતાવરણ સર્જાઈ ગયુ હતું. આ ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ત્રણ દિવસથી પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે રિમાન્ડ દરમિયાન આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે.
- કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી ચાંપતો પોલીસ બંદોબસ્ત
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કાલસરમાં રહેતા નિશારઅહેમદ મુસ્તુફામિંયા મલિકે તા.23મીના રોજ ગામની એક 15 વર્ષની કિશોરીને સ્કૂલેથી લઈ ગયા બાદ તેણીને ગામની કેનાલમાં ધક્કો મારીને હત્યા કરી હતી. આ ઘટનાના પગલે કાલસર સહિત આજુબાજુના ગામોની જનતામા઼ ભારે રોષ પ્રગટ્યો હતો. સમગ્ર પંથકમાં આ બનાવે ભારે ચકચાર મચાવી હતી.આ હત્યાના પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે કિશોરીની અંતિમયાત્રા તા. 24મીના રોજ સંપન્ન થઈ હતી.
આ દિવસે હત્યા કરનાર આરોપી નિશાર મલેકને ઉમરેઠ નજીકથી પકડી લેવાયો હતો. તેને પાંચ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરાયા હતા. નિશારને રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ જ આરોપીએ શા માટે હત્યા કરી તે અંગેનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ઘટનાના દિવસથી જ પોલીસતંત્ર દ્વારા ગામને પોલીસછાવણીમાં ફેરવી દેવાયું છે અને પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ સતત પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...