નડિયાદ: ડમ્પર બ્રીજના બોર્ડ તોડી ગરનાળામાં ખાબક્યું, ચાલકનું કરૂણ મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: અમદાવાદ-ખેડા હાઇવે રોડ ઉપર આવેલ કનેરા ગામની સીમમાં એક ડમ્પર ચાલકે પોતાનું વાહન બેફીકરાઇથી હંકારી ગરનાળા ઉપરથી પાણીમાં ખાબકતાં ચાલકનું પાણીમાં ડુબતાં મૃત્યુ નીપજયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ટીકર ગામના ચતુર દેવજી રાઠોડ ડમ્પરમાં કપચી ભરી જેતલપુર ખાલી કરીને જેતલપુરથી ખેડા તરફ આવી રહ્યા હતા.
ચાલકનું પાણીમાં ગરકાવ થઇ જતાં મૃત્યુ નીપજયું
દરમિયાન કનેરાની સીમમાં ડમ્પર ડિવાઇડર ઉપર ચઢાવી દેતા આશરે 50 મીટર સુધી વાહન ચાલ્યું હતું. ત્યારબાદ માઇનોર બ્રીજના બોર્ડ તોડી ગરનાળાની પારી તોડી રોડની વચ્ચે આવેલ ગરનાળામાં ખાબક્યો હતો. જેથી ડમ્પર પાણીમાં ડુબી જતાં ચતુરભાઇ રાઠોડ પણ પાણીમાં ગરકાવ થઇ જતાં મૃત્યુ નીપજયું હતું.ખેડા શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે ભારે જહેમતબાદ ચતુરભાઇ રાઠોડની લાશને પાણીમાંથી બહાર કાઢી હતી અને ખેડા શહેર પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...