તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ: હસ્તી ટકાવી રાખવા મૃતદેહોની અસ્થિની રાખ ફંફોસતી 'જિંદગી'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: શ્વાસ થંભી ગયા પછી સ્મશાન માનવીનું અંતિમ મુકામ બને છે, પરંતુ કેટલાક પરિવાર એવા છે જેમણે શ્વાસ થંભી ન જાય તે માટે સ્મશાનને આર્થિક ઉપાર્જનનું મુકામ બનાવવું પડ્યું છે. નડિયાદમાં સ્થાયી થયેલો છત્તીસગઢનો સોનકર પરિવાર મૃતદેહોની રાખમાંથી ‘જીવવાની જડીબુટ્ટી’ શોધવાનો વ્યવસાય કરે છે. મૃતદેહોની રાખ નદીમાં ધોઈને સોના-ચાંદીની વસ્તુઓ શોધતો દેવા 12 વર્ષની ઉંમરેથી જ આ કામમાં જોતરાઈ ગયો છે. સ્મશાનમાંથી રાખની બોરી લાવી નદીમાં ધોઈને સોના-ચાંદીની વસ્તુ મેળવવામાં સહેજે 7 કલાક વિતી જાય છે. આ પણ છેવટે તો ધંધો જ, એટલે કોઈ વાર 100 રૂપિયા તો ક્યારેક 15 હજાર સુધીની ‘આવક’ મળે છે. અધૂરામાં પૂરું સોનીઓ પણ બજારભાવે ખરીદતા નથી, છતાં ગાડું ગબડી જાય છે. દેવો 8મા ધોરણથી જ ધંધામાં પલોટાયો છે પરંતુ પોલીસ બનવાનાં સપનાં જોતા 10 વર્ષના નાના ભાઈ ગુરુને આ ધંધાનો વારસદાર બનાવવા નથી માગતો.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો