નડિયાદ: ડાકોરમાં ભગવાન રણછોડરાયને જેષ્ઠાભિષેક સ્નાન કરાવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: ડાકોર રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં તા. 20 મી જૂન નારોજ જેઠ પૂર્ણિમા ઉજવાશે. આ પર્વ નિમિતે મંગળાઆરતી શ્રી ઠાકોરજીને જેષ્ઠાભિષેક સ્નાન કરાવવામાં આવશે. આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં વૈષ્ણવો તથા ભકતજનો ઉમટી પડશે.

ડાકોર જેષ્ઠ પૂનમે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના દર્શનનો લાભ લેવા મોટીસંખ્યામાં ભકતજનો ઉમટી પડશે

ડાકોર રણછોડરાય મંદિરના સૂત્રોએ જણાવ્યું હતું કે, 20 જૂનના રોજ જેઠ પૂર્ણિમાના દિવસે મંદિર વહેલી સવારે 5 કલાકે ખુલશે. સવારે 5.15 વાગે મંગળાઆરતી થશે. બાદ 5.30 કલાકે ભગવાન શ્રી ઠાકોરજીને જેષ્ઠાભિષેક સ્નાન કરાવવામાં આવશે. દર્શન 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સવારે 8 થી 8.10 વાગ્યા સુધી શ્રીજી મહારાજ ટેરામાં બાળભોગ આરોગવા બિરાજશે. આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે. સવારે 8.10 થી 9.00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 9.00 થી 9.10 વાગ્યા સુધી શણગારભોગ આરોગવા માટે શ્રીજી બિરાજશે. આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે. 9.10 થી 10.00 કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે. 10 થી 10.15 સુધી ભગવાન ગોવાળભોગ આરોગવા બિરાજશે.

આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે. 10.15 થી 12 .30 કલાક સુધી દર્શન થશે. બપોરે 12.30થી 1 કલાક સુધી ભગવાન રાજભોગ આરોગવા બિરાજશે. આ સમયે દર્શન બંધ રહેશે. 1 થી 2 કલાક સુધી દર્શન થશે. 2 થી 2.30 કલાક સુધી શ્રીજી મહારાજ મહાભોગ આરોગવા બિરાજશે. આ સમયે દર્શન બંધ રહેશે. 2.30 કલાકે મહાભોગ આરતી થશે. ત્યારબાદ શ્રીજી મહારાજ અનુકુળતાએ પોઢી જશે અને દર્શનાર્થીઓનો મંદિર પ્રવેશ બંધ રહેશે. સાંજના 4 કલાકે નિજમંદિર ખુલશે.

4.15 કલાકે ઉત્થાપન આરતી થશે. ત્યારબાદ નિત્યક્રમાનુસાર શયનભોગ, સખડીભોગ દૂધભાત આરોગીને શ્રીજી મહારાજ અનુકુળતાએ પોઢી જશે. પૂર્ણિમાના દિવસે બહારના રાજભોગ અને ગૌ પૂજા બંધ રાખેલ છે. મંદિરમાં મોબાઇલફોન, કેમેરા, વિડિયો કેમેરા, કિંમતી ચીજવસ્તુઓ લઇને મંદિરમાં પ્રવેશ કરવો નહી. ધજા લઇને આવનાર વૈષ્ણવભાઇઓએ રામઢોલ લઇને મંદિરમાં પ્રવેશ કરવો નહી. આગામી અષાઢ સુદ પૂનમ 19 જુલાઇના મંગળવારે જયારે રથયાત્રા ઉત્સવ તા. 6 જુલાઇએ યોજાશે.
અન્ય સમાચારો પણ છે...