• Gujarati News
  • Nadiad Area 58 People Save By Fire Briged Team : Many Farm And Road In Water

નડિયાદ: સાબરમતીના નીર નાયકા સીમમાં ફરી વળ્યાં: 58ને બચાવાયાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-સાબરમતીના નીર નાયકા સીમમાં ફરી વળ્યાં: 58 ખેતમજૂરોને બચાવાયાં

શ્રીજીપુરાના એક જ ખેતરમાં 40 સહિત કઠવાડા અને નાયકાના બીજા ખેતરોમાં 18 ખેતમજૂરો ફસાયાં: નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા સવારથી કામગીરી હાથ ધરી બધાને હેમખેમ બહાર કઢાયાં
નડિયાદ/ખેડા: ઉપરવાસમાં થયેલાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજમાંથી લાખો ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાતાં ગુરુવારે સવારે ખેડા તાલુકાના નાયકા તાબે શ્રીજીપુરા ગામની સીમમાં ડાંગરની રોપણી કરવા ગયેલાં 55 શ્રમજીવીઓ સહિત 58 જેટલાં ખેતમજૂરો અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં તેમને નડિયાદ ફાયરબ્રિગેડની મદદથી બહાર કાઢ્યાં હતાં.

સૂત્રોના જણાવ્યાં મુજબ, ગુરુવારે સવારે વાસણા બેરેજમાંથી 1.26 લાખ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતાં ખેડા તથા માતર તાલુકાના 11 જેટલાં ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ખેડા તાલુકાના નાયકા તાબે શ્રીજીપુરામાં ડેપ્યુટી સરપંચ ગોપાલભાઈના ખેતરમાં ડાંગરની રોપણી માટે સવારે 40 જેટલાં શ્રમજીવીઓ ગયાં હતાં. આ વખતે પાણીનું લેવલ ઓછું હતું, પરંતુ ધીમે ધીમે પાણીનું લેવલ વધતાં સવારે 10 વાગ્યાની આસપાસ કેડસમા પાણી ભરાઈ ગયાં હતાં. રોડ પણ દેખાતો બંધ થઈ ગયો હતો, જેનાં કારણે તમામ શ્રમજીવીઓના જીવ તાળવે ચોંટી ગયાં હતાં.

આ બનાવની જાણ ગ્રામજનોને થતાં તેઓએ ખેડા વહીવટી તંત્રને કરતાં નડિયાદ ફાયરબ્રિગેડની એક ટીમ ફાયરફાયટર તથા 1 એન્જિનવાળી બોટ લઈ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, આ ઉપરાંત કઠવાડા અને શ્રીજીપુરાના બીજા ખેતરોમાં ફસાયેલાં 18 સહિત 58 શ્રમજીવીઓ હોવાથી તાત્કાલિક બીજી એક બે એન્જિનવાળી બોટ મગાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઓપરેશન લગભગ 6 કલાક સુધી ચાલ્યું હતું.

ખેડા-સૌરાષ્ટ્રને જોડતો રોડ બંધ

ખેડા તાલુકાના રઢુ, પથાપુરા, ધોળકા થઈ સૌરાષ્ટ્રને જોડતા રસ્તા ઉપર નદીના નીર ફરી વળતાં ગુરુવારે સવારથી જ સૌરાષ્ટ્રને જોડતો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો.

આગળ વાંચો શ્રીજીપુરામાં ડાંગરની રોપણી કરવા ગયેલાં શ્રમજીવીઓ ફસાયાં