તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતીવાળીથી ચલાતું પરિવાનું ગજરાન, ખેતરમાં જઇ આધેડ કર્યું અગ્નિસ્નાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: વસો તાલુકાના બામરોલી તાબે ખોડિયારપુરાના એક આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં અગ્નિસ્નાન કરતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. ગંભીર રીતે દઝાયેલ આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ સંદર્ભે વસો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેતરમાં જઇને આધેડે આત્મહત્યા કરી હતી

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખોડિયારપુરામાં અર્જુનભાઈ મણીભાઈ ચાવડા (ઉં.વ.42) પોતાના ભાઈ સાથે રહે છે. તેઓની પત્ની ગુજરી ગયેલ છે. અર્જુનભાઈ ખેતીવાડી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. દરમિયાન અર્જુનભાઈએ રવિવારે બપોરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં જાતે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. આ બનાવની જાણ ઘરના સભ્યોને થતાં તેઓને 108માં તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબ અજયભાઈ નાયકે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ સંદર્ભે ડો.અજય નાયકે વસો પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઈ દલજીભાઈ ચલાવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...