માતરમાં ગંદકીના ઢગ, 14 મુદ્દાનું આવેદનપત્ર આપી યુવાનોએ નેતાને ઢંઢોળ્યાં!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: ખેડા જિલ્લાના તાલુકા મથક માતર ખાતે છેલ્લા 4-5 વર્ષથી અસહ્ય ગંદકી તથા વારંવાર ગટરના પાણી ઉભરાતા રસ્તાઓ ઉપર પ્રજાજનોને ચાલવું મુશ્કલે બની ગયું હતું. માતરમાં પીવાના પાણીના પ્રશ્નો તેમજ રખડતા ઢોરોના ત્રાસ સંદર્ભે નગરજનો દ્વારા માતર પંચાયત તથા માતર મામલતદાર અને ખેડા પ્રાંત અધિકારી સુધી વારંવાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ ગ્રામ પંચાયત લઇ પ્રાંત કચેરી સુધી કોઇ પ્રશ્નોનો નિકાલ આવ્યો ન હતો. આ સંદર્ભે માતર યુવા વિકાસ સંગઠન દ્વારા માતરના 14 પ્રશ્નોનું આવેદનપત્ર માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને આપી સરકારમાં રજુઆત કરાવી માતરની પ્રજાને પડતી હાલાકી દુર કરવા ઘટતા પગલા ભરવા રજુઆત કરી હતી.

રજૂઆત છતાં પરિણામ ન મળતાં સંગઠન રચ્યું

આ સંદર્ભે માતરના ગ્રામજનો દ્વારા માતર ગ્રામ પંચાયત, માતર મામલતદાર તથા ખેડા પ્રાંત અધિકારી વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ નક્કર પરિણામ આવ્યું નથી તથા પ્રશ્નોનો આજદિન સુધી નિકાલ થયો નથી. આ બાબતે માતરના યુવાનો ભેગા થઇ યુવક શક્તિ સંગઠન બનાવ્યું હતું. આ વખતે માતર યુવા શક્તિ સંગઠનના યુવાનો દ્વારા બાપા સીતારામ મઢુલીથી એક રેલી સ્વરૂપે માતરના મુખ્ય રસ્તાઓ ઉપર ફરીને ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સાથે મળીને માતરનો વિકાસ કરાશે: ધારાસભ્ય

આ સંદર્ભે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું હતુ કે ‘વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને આજરોજ માતર ભાજપ સંગઠન દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં માતર યુવા વિકાસ સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેઓની માંગણી છે કે માતરનો વિકાસ થાય પરંતુ તમે પણ સાથે રહીને આપણે બન્ને સાથે રહીને માતરનો વિકાસ કરીશું. છેલ્લા 4 વર્ષમાં જે નથી થયું તે આપણે સાથે મળીને માતરનો વિકાસનો વિકાસ કરીશું.’
આગળની સ્લાઇડમાં વાંચો, અનેક સમસ્યાઓથી પીડાતું માતર.....
અન્ય સમાચારો પણ છે...