તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ:18 દિ’ માત્ર 100 ગ્રામ ભાત અને એક માછલી ખાઇને પસાર કર્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ/વિરપુર: 18 દિવસ 100 ગ્રામ ભાત અને એક માછલી ખાઇને સુરજ કે ચાંદ જોયા વગર કારાવાસમાં ગુજાર્યા હતાં. તેમ મલેશિયાથી ભારે યાતના સહન કરીને વિરપુર ગામે પરત આવેલા યુવાનોએ આપવીતી વ્યકત કરતાં જણાવ્યું હતું.  ફેબ્રુઆરીમાં  નોકરી કરવા માટે ગયેલા 5 યુવાનને  ઇમિગ્રેશનના નિયમોનું ઉલંઘન કરવા બદલ કોર્ટે ત્રણ માસની સજા ફટકારી હતી. તે સમયે પરિવારજનોએ મહિલા આયોગના ચેરમેન અને સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો સંપર્ક કરી વિદેશ મંત્રાલય સાથે પત્રવ્યવહાર કરતાં પાંચેય યુવાનો હેમખેમ પરત આવ્યા હતાં. આ પણ વાંચો:નડિયાદના 5 લાપતા યુવકો મલેશિયન પોલીસના કબજામાં, કોર્ટમાં રજૂ કરાશે.
દોઢ દિવસ સુધી લોકઅપમાં ભૂખ્યાં ને તરસ્યાં બેસાડી રાખ્યાં
 
મલેશિયાથી યાતના સહન કરીને પરત આવેલા ઘોરી મોહંમદ ઇર્શાદે દાસ્તાન કહેતા જણાવ્યું હતું કે, નોકરી કરવા માટે હું અને મારાં 4 મિત્રો શેખ સાકિર, ધોરી ઝાકિરભાઇ, ચૌહાણ ઇરફાનભાઇ, શેખ શકિલમીંયા ગત 18મી ફેબ્રુઆરીના રોજ મલેશિયા રવાના થયા હતા. 19મીએ મલેશિયા એરપોર્ટ પર ઉતરતાં જ એરપોર્ટ સિકયુરિટીએ વિઝા ચેક કર્યા હતા. જે બે નંબરી હોવાનું જણાતાં પોલીસે પાંચેયને દોઢ દિવસ સુધી લોકઅપમાં ભૂખ્યાં ને તરસ્યાં બેસાડી રાખ્યાં હતા. જયાંથી ડોમેસ્ટીક એરપોર્ટ પર 12 દિવસ સુધી જેલમાં પુરી દીધા હતા. જયાં માત્ર 100 ગ્રામ ભાત અને એક જ માછલી આપવામાં આવતી હતી. 
 
અમારી પાસેની ખાણીપીણીની વસ્તુઓ પોલીસે લઇ લીધી હતી
 
આ સમયે અમારી પાસેની ખાણીપીણીની વસ્તુઓ પોલીસે લઇ લીધી હતી. 12 દિવસ બાદ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે ત્રણ મહિનાની સજા ફટકારતાં ત્યાંથી અમોને  પિંજારા વિસ્તારની જેલમાં લઇ જવાયા હતા. આ જેલમાં પાણીનો એક જ નળ હતો તેમ જ એક જ ઓરડી હતી. જયાં ન્હાવા-ધોવા અને શૌચક્રિયા પણ ત્યાં જ કરવાની રહેતી હતી.  અમે પરત આવીશું તેવી આશા જ અમોએ છોડી દીધી હતી. પરંતુ છ દિવસ રહ્યાં બાદ એક પોલીસ કર્મચારી આવ્યો અને અમોને એમેબ્સીમાં બોલાવે છે તેમ કહીને ત્યાં લઇ જવાયા હતા. આ સમયે પરિવારજનો સાથે વાતચીત કરાવી હતી. અને ટીકિટની વ્યવસ્થા પણ કરવામાં આવી ત્યારબાદ અમે પરત આવી શક્યાં હતા. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,દેશના અન્ય યુવાનો પણ ત્યાં ફસાયેલા છે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો