તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફીણાવ ગામે પંચાયતના કામો કાગળ પર, કોંટ્રાકટર દ્વારા સભ્યને જાનથી મારવાની ધમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુધા: મહુધા તાલુકાના ફીણાવ ગ્રામ પંચાયત દ્વારા ૧૩મા નાણાપંચની ગ્રાંટના એક લાખ રુપીયા કામ કર્યા વગર તાલુકા પંચાયતના ઇજનેર અને પંચાયના સત્તાધીશોની મીલીભગત દ્વારા સગેવગે કરાયાનો આક્ષેપ પંચાયતના સભ્ય દ્વારા કરવામા આવતા સમગ્ર તાલુકામા ફફડાટ વ્યાપી ગયો છે. જે અંગેની જાણ સભ્ય દ્વારા મહુધા તાલુકા વીકાસ અધીકરીને કરવામા આવી હતી. જેમા ફીણાવ ગામના નવા ખ્રીસ્તી ફળીયામા માટીના રસ્તાને કારણે સ્થાનીક સભ્ય સ્ટીવન પરમાર દ્વારા ૧૩મા નાણાપંચની ગ્રાંટ માથી એક લાખ રુપીયના પેવર બ્લોકનુ કામ કરાવવાનો અનુરોધ ગ્રામ પંચાયની સભામા કર્યો હતો. જેના અનુશંધાનમા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સત્તધીશો દ્વારા એક લાખ રૂપિયાનુ આ કામ માત્ર કાગળ પર કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો કરવામા આવ્યા છે.
પેવર બ્લોકના કામ પેટે નાણા કોંટ્રાક્ટરને ચુકવ્યા

પ્રાપ્ત માહીતી મુજબ મહુધાના ફીણાવ ગામના નવા ખ્રીસ્તી ફળીયામા માટીના રસ્તાને કારણે અસહ્ય ગન્દકી થતા ગ્રામ પંચાયતની સભામા ૧૩મા નાણાપંચની ગ્રાંટના એક લાખ રુપીયામા પેવર બ્લોક નાખવાનુ નક્કી કરવામા આવ્યુ હતુ. જેમ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા ગત શનિવારના રોજ ગ્રામ પંચાયત કચેરી ખાતે હાજર તલાટી કમ મંત્રીને પેવર બ્લોકના કામ અંગે પુછતા તેઓએ જણાવેલ કે કામ મંજુરીમા મુક્યુ છે તેવા ખોટા ખોટા તલાટી દ્વારા જવાબ આપવામા આવ્યા હતા. તે અંગે સભ્યને શંકા જતા સભ્ય દ્વારા ગ્રામ પંચાયતની બેંક પાસબુક જોવા માંગવામા આવી હતી. જેમાં ૧૩મા નાણાપંચના એક લાખ રૂપિયા ઉપાડેલા માલુમ પડ્યા હતા. જેના અનુશંધાનમાં સભ્યએ વધુ ઉંડાણમા તલાટીને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, નવા ખ્રીસ્તી ફળીયામાં પેવર બ્લોકના કામ પેટે કોંટ્રાક્ટરને ચુકવવામાં આવ્યા હતાં.
મહુધા તાલુકાના ભ્રસ્ટ કર્મચારીઓમા ફફડાટ

આખરે ચોરી પકડાતા તલાટી દ્વારા સભ્યને અનેક લોભામણી લાલચ આપવાની વાતો કરી હતી પરંતુ સભ્યએ ગેરરીતી અંગેની જાણ તાલુકા વીકાસ અધીકારી અને ખેડા ડીડીઓને પણ કરતા મહુધા તાલુકાના ભ્રસ્ટ કર્મચારીઓમા ફફડાટ વ્યાપી ગયો હતો. વધુમા તેમણે જણાવ્યુ હતુ કે, તાલુકાના ઇજનેર દ્વારા ગ્રામ પંચાયતના વીકાસના કામોનુ નીરીક્ષણ કરવામા આવ્યું હતું. તેઓ દ્વારા કામ પુર્ણ થયાનું કમ્પ્લીશન શર્ટી આપ્યા બાદ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા કોંટ્રાક્ટરને કામ પેટેના નાણા ચુકવવામા આવતા હોય છે. પરંતુ સ્થળ તપાસ કરતા માલુમ પડ્યુ કે પેવર બ્લોક નાખવામા જ આવ્યા નથી.
છેલ્લા પાંચ વર્ષના વીકાસના કામોની તપાસ કરવા માંગ ઉઠી

સમગ્ર કામ ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ અને તાલુકા તેમજ જીલ્લા કક્ષાના ઇજનેરોની મીલીભગતથી એક લાખ રૂપિયા કાગળ કામ કરી ઉપાડી લેવામા આવ્યા હતા. આમ મહુધા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમા અનેક વીકાસના કામો કરવામા આવ્યા છે. જીલ્લા કલેક્ટર દ્વારા મહુધા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોના છેલ્લા પાંચ વર્ષના વીકાસના કામોની યાદી સાથે સ્થળ તપાસ કરવામા આવે તેવી તાલુકામા માંગ ઉઠી છે. અનેક ગ્રામ પંચાયતમા એકજ જગ્યા પર વીવીધ ગ્રાંટ બતાવીને નાણા ઉપાડી લીધા હોય તેવુ પણ ફલીત થાય તો નવાઇ નહી.
આગળની સ્લાઇડમાં વાંચો, ફીણાવ ગામના સ્ટીવનભાઇની રજુઆત....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો