તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડાના તાલુકા હેલ્થ કચેરી જવાના રોડ પર જ ગંદકીના ઢગ ખડકાયા : રોગચાળાની ભીતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડાઃ અંગ્રેજોના સમયમાં જિલ્લા મથક ધરાવતું ખેડા દિવસે દિવસે વિકાસમાં પાછળ પડતું જાય છે. પાલિકામાં ભાગ બટાઇથી ચાલતા વહીવટથી હવે પ્રજાની પ્રાથમિક સુવિધા પણ છીનવાઇ રહી છે. તેમાંય છેલ્લા કેટલાક સમયથી ગંદકીનો પ્રશ્ન ઊઠ્યો છે. શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયેલા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે તાલુકા હેલ્થ કચેરી, બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન બહાર સહિતના વિસ્તારમાં ગંદકીના થર જામ્યા છે.
 
ખેડા શહેરમાં પાલિકાનો વહીવટ અણઘણ બની રહ્યો છે, શહેરમાં દિવસે દિવસે સુવિધામાં ઘટાડો થઇ રહ્યો છે. તેમાંય હવે ગંદકીનો મુદ્દો મુખ્ય બન્યો છે. તાલુકા હેલ્થ કચેરી, બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન, અંબિકા કોમ્પ્લેક્સની બાજુમાં, સરદાર માર્કેટ, મુખ્ય માર્ગો પર પ્રવેશ દ્વાર પાસે જ ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યાં છે. આ સ્થળેથી દિવસે હજારો લોકો પસાર થાય છે. જેને કારણે તેમના આરોગ્ય પર ખતરો ઊભો થયો છે. આ અંગે અનેક રજુઆત છતાં કોઇ પગલાં ભરવામાં ન આવતા પ્રજા હાલાકી ભોગવી રહી છે.
અન્ય સમાચારો પણ છે...