તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડામાં સૌ પ્રથમ હેમરેજનું સફળતાપૂર્વક ઓપરેશન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા: ખેડાની ખાનગી હોસ્પિટલમાં બ્રેઇન હેમરેજનું સફળતાપૂર્વક ઓપરેશન કરવાનો દાવો ડોક્ટર્સ ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. માતરના યુવકને બાઇક અકસ્માતના પગલે બ્રેઇન હેમરેજ થયું હતું. જેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સ્થિતિ વધુ ગંભીર જણાતા ખેડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર્સ ટીમે તેને બ્રેઇન હેમરેજનું ઓપરેશન કર્યું હતું.
- માતર તાલુકાના યુવકને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે ખેડાની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં
- અમદાવાદ સિવિલ હોસ્પિટલ બાદ ખેડાની હોસ્પિટલમાં ખસેડાયા હતા
આ અંગે ખેડાના ચરોતર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડો.ધર્માંગ મંડોરાએ જણાવ્યું હતું કે ‘માતરના અલ્પેશભાઈ પરમાર (ઉ.વ.28)ને બાઇક પરથી પડતાં માથામાં ગંભીર ઈજા પહોંચતી હતી. આથે, તેમને સારવાર માટે પ્રથમ અમદાવાદ વીએસ હોસ્પિટલમાં તથા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. બાદમાં વધુ સારવાર માટે બેભાન હાલતમાં જ ખેડાની ચરોતર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.

પ્રાથમિક તપાસમાં મગજનો સીટી સ્કેન કરાવવામાં આવ્યો હતો. જેમાં ફેક્ચર તથા હેમરેજ અને મગજમાં સોજો, લોહી જામ થઇ ગયું હોવાનું જણાયું હતું. જેથી તાત્કાલિક ઓપરેશનની જરૂરિયાત જણાઇ હતી. આથી, અમદાવાદના ન્યૂરોસર્જન ડો. સુવિદ્ય તુરખીયાની મદદ લેવામાં આવી હતી. આ ઓપરેશનમાં ડો.સુવિદ્ય ઉપરાંત ઓર્થોપેડીક ડો. સત્યમ પટેલ, ડો. અલ્પેશ પ્રજાપતિની ટીમે 3 કલાકથી વધુ સમય ઓપરેશન કર્યું હતું. હાલમાં દર્દીની તબીયત સંપૂર્ણ સ્વસ્થ છે અને ભાનમાં પણ છે.’
અન્ય સમાચારો પણ છે...