નડિયાદ શહેરમાં નિષ્ઠુર જનેતાએ મધરાત્રે નવજાત શિશુને તરછોડ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ પોલીસની ટીમ મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન શહેરના સંતરામ રોડ પર આવેલા વર્ગો કોમ્પ્લેક્સની બહાર એક તાજુ જન્મેલું બાળક બિનવારસી હાલતમાં જોવા મળ્યું હતું. પોલીસે બાળકનો કબજો લઇ આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ કોઇ મળી ન આવતાં તેને બિનવારસી જ ત્યજી દીધું હોવાનું જણાયું હતું.
 
પોલીસ ટીમે બાળકને પ્રાથમિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું હતું. જ્યાં તેની હાલત સામાન્ય લાગતાં બાળકને માતૃછાયા ખાતે ખસેડવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બાળક આઠથી દસ દિવસનું હોવાનું જણાયું છે. કોઇ અગમ્ય કારણોસર તેની માતાએ તેને તરછોડી દીધું હોવું જોઈએ.
 
હાલ આસીસ્ટંટ સબ ઇન્સ્પેક્ટર કાન્તીભાઈ શીવાભાઈની ફરિયાદ આધારે નડિયાદ શહેર પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...