તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ, ડાકોરના મંદિરોમાં ગુરૂ પૂર્ણિમા ઉજવણી, ભકતોનો મહેરામણ ઉમટયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: ખેડા જિલ્લામાં મંગળવારે ગુરૂપૂર્ણિમા ભકિતભાવ પૂર્વક ઉજવાઇ હતી. આ પર્વ નિમિતે નડિયાદ સંતરામ મંદિરમાં, યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરમાં ભકતોનું ઘોડાપુર ઉમટયું હતું. નડિયાદ સંતરામ મંદિરમાં સવારે 4.15 કલાકે મહંત રામદાસજી મહારાજનું મંદિરના સેવક દ્વારા સૌ પ્રથમ તિલક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહારાજે સવારે 5.30 કલાકે શ્રી સંતરામ મહારાજના સમાધિ સ્થાનનું પૂજન કરવામાં આવ્યું હતુ. મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા.
મંદિરોમાં ગુરૂ વંદનાના કાર્યક્રમો યોજાયા
ભકતોએ મંદિરમાં સંતરામહારાજના સમાધિ સ્થાનના દર્શન કર્યા બાદ ગાદી પર બિરાજેલા રામદાસજી મહારાજના દર્શનનો લાભ લીધાે હતો. મહારાજે ભકતોને કંઠી પહેરાવીને ગુરૂમંત્ર આપ્યો હતો. મંદિરમાં મહારાજના દર્શનનો લાભ લેવા ભકતોની લાંબી કતાર લાગી હતી. મહારાજના આર્શીવાદ મેળવીને ભકતોએ ધન્યતા અનુભવી હતી. સાંજે 5.30 કલાકે સંતરામ વિદ્યાલયમાં પાદુકા પૂજન કરવામાં આવ્યું હતુ. રામદાસજી મહારાજ દ્વારા ટેલિફોનીકથી યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, વિગેરે દેશોમાં ભકતોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના વિવિધ સંપ્રદાયની ગાદી, મઠ, આશ્રમો તથા ગુરૂસ્થાનો પર ભકતો ઉમટીને ગુરૂપૂજન કરીને, નવી કંઠી ધારણ કરીને આર્શીવાદ મેળવ્યા હતા.

ડાકોરમાં ભગવાનની મૂર્તિ સમક્ષ ધ્યાન કરીને માનસી પૂજા
જયારે ડાકોર રણછોડરાય મંદિરમાં ભકતોનું ઘોડાપુર ઉમટી પડયું હતુ. કેટલાય વૈષ્ણવોએ ભગવાનની મૂર્તિ સમક્ષ ધ્યાન ધરીને માનસી પૂજા કરી હતી. વહેલી સવારથી ભકતોઅને શ્રધ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડયો હતો. આખો િદવસ ભકતોનો અવિરત પ્રવાહ રહ્યો હતો. દર્શનાર્થીઓએ ભગવાનના દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થીઓને શાંતિ પૂર્ણરીતે દર્શન કરે તેવી મંદિર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
કપડવંજમાં ગુરૂપૂર્ણિમા ઉજવાઇ

કપડવંજમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શ્રી રંગ ખુશી ભવન ખાતે શ્રી રંગ અવધૂત મહારાજની શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસાદી બાદ શ્રી જગદીશાનંદજી (બાળરંગ)એ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. પ્રજાપિત બ્રહ્માકુમારી ઈશ્વરિય વિશ્વ વિદ્યાલય ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે સત્તગુરૂ પરમાત્માને ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે 6.30 થી 8 સુધી યોજાયેલ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી માલાબેને આશીર્વચન પાઠવ્યા હતા.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો