નડિયાદ ખાતે રમાયેલી આર્ચરીમાં ગુજરાતની ટીમ ચેમ્પિયન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ: નડિયાદ ખાતે રમાઇ રહેલી આર્ચરી રમતમાં ગુજરાતની ટીમ ચેમ્પિયન બની છે, આ ટીમમાં ચાર દિકરીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.   સૂત્રોના જણાવ્યાનુસાર, નડિયાદના મરીડા ભાગોળ ખાતે ચાલી રહેલી 63મી નેશનલ આર્ચરી સ્પર્ધામાં ગુજરાતની ટીમ વિજેતા બની છે. ગુજરાતની ટીમમાંથી બારૈયા પ્રેમીલાબહેન, ગામીત તેજલ, સુવેરા પીનલ, દુભીલ લીલાબહેને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કુલ 3781નો સ્કોર કર્યો હતો.

 

જ્યારે રનર્સ અપ રહેલી હરિયાણાની ટીમે 3767 સ્કોર કર્યો હતો. આ ઉપરાંત વ્યક્તિગત પ્રદર્શનમાં વાઘેલા આકાંક્ષાએ  3 મેડલ મેળવ્યાં છે. જેમાં એક ગોલ્ડનો સમાવેશ થાય છે. તેવી જ રીતે રાઠવા કેરબાઇએ  ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે બારૈયા પ્રેમીલાબહેને 30 મીટરમાં સિલ્વર અને ગામીત તેજલબહેને 50 મીટરમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...