તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્યાંગોના રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ગૌરી પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( ખેલ મહાકુંભમાં ગૌરી પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યો)
નડિયાદ: વલસાડ ખાતે યોજાયેલ દિવ્યાંગોના રાજ્ય કક્ષાના સ્પેશીયલ મહાકુંભમાં નડિયાદ મૈત્રી સંસ્થાના દિવ્યાંગ ગૌરીબેન પટેલે ચક્રફેંકમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ગોળાફેંકમાં બીજો નંબર પ્રાપ્ત કરી સીલ્વર મેડલ મેળવી ખેડા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. નડિયાદ મૈત્રી સંસ્થાના દિવ્યાંગ ગૌરીબેન પટેલ સીટીંગ ડી વિભાગમાં 35 વર્ષથી ઉપરની બહેનોના ગૃપમાં ચક્રફેંકમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.
જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં પ્રથમ નંબરે વિજેતા થયેલ
જ્યારે ગોળાફેંકમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. તેઓએ ગોલ્ડ મેડલ તથા સીલ્વર મેડલ મેળવી ખેડા જિલ્લાનું તથા પોતાના સમાજનું ગૌરવ વધાર્યું છે. તેઓને પેરાલિમ્પિક કમિટિ ઓફ ગુજરાતના સેક્રેટરી કાંતીભાઇના વરદ હસ્તે મેડલ સર્ટીફીકેટ અને ટ્રેકશુટ અર્પણ કરવામાં આવ્યો હતો.આ બન્ને રમતોમાં ગૌરીબેન પટેલ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં પ્રથમ નંબરે વિજેતા થયેલ છે.
એકવાર ગોલ્ડ મેડલ અને બીજીવાર સીલ્વર મેડલ મેળવ્યો હતો
આ ઉપરાંત તેઓ છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ચક્રફેંક રમતમાં પ્રથમ નંબર (ગોલ્ડ મેડલ) મેળવેલ છે. ભાલા ફેંક રમતમાં તેઓએ એકવાર ગોલ્ડ મેડલ અને બીજીવાર સીલ્વર મેડલ મેળવ્યો હતો. તેઓ ઉત્તરોત્તર પ્રગતી કરે તેવી મૈત્રી પરિવાર અને પેરાલિમ્પિક કમિટિ ઓફ ખેડા ડિસ્ટ્રીક્ટે શુભેચ્છાઓ પાઠવી છે.
અન્ય સમાચારો પણ છે...