તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં પરંપરા તૂટી: તળાવને બદલે કેનાલમાં ગણેશ વિસર્જન કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ શહેરમાં ઠેરઠેર ગણપતિની ભક્તિભાવ પૂર્વક સ્થાપના કરવામાં આવી છે. તા.15મીને ગુરૂવારે વાજતે ગાજતે ગણેશજીની વિસર્જન શોભાયાત્રા નિકળશે.પરંતુ શહેરના મધ્યમાં આવેલ ખેતા તળાવમાં પાણી ઓછું અને દુષીત હોવાથી તળાવમાં ગણેશજીનું વિસર્જન નહીં કરવા અંગે પાલિકા તંત્ર દ્વારા અપીલ કરી છે. અને ગણેશ વિસર્જનની વ્યવસ્થા કોલેજ રોડ ઉપર આવેલ મોટી મહી કેનાલમાં ગોઠવવામાં આવશે. જેથી શહેરના વિવિધ યુવક મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમા કોલેજરોડ ઉપર આવેલી કેનાલમાં કરવાની રહેશે.
તળાવમાં ઓછુ પાણી છે, તેમજ તળાવનું પાણી દુષીત છે
નડિયાદ શહેરમા 127 સ્થળઓએ ગણપતિદાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.જેમાં પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં 88 અને પશ્ચિમ ઝોનમાં 39નો સમાવેશ થાય છે. ગણપતિ દાદાની સવાર સાંજ ભક્તિ ભાવ પૂર્વક ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. તથા રાત્રીના સમયે ભજન-કિર્તન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રધ્ધાભેર યોજાય છે.તા.15મીના રોજ ગણેશ વિસર્જન છે. શહેરના મધ્યમાં આવેલ ખેતા તળાવમાં દરવર્ષે ગણપતિ વિસર્જન કરવામાં આવતું પરંતુ આ વર્ષે વરસાદ પાછોતરો થતાં ખેતા તળવા નવા નીરથી ભરાયું નથી. તળાવમાં ઓછુ પાણી છે, તેમજ તળાવનું પાણી દુષીત છે. જેથી આ તળાવમાં ગણેશજીનું વિસર્જન ન થાય અને ભગવાનની પવિત્રતા જળવાય તે હેતુથી નગર પાલિકા તંત્ર દ્વારા ખેતા તળાવમાં તા.15મીએ વિસર્જન કરવાના બદલે કોલેજ રોડ ઉપર આવેલ મોટી કેનાલમાં વિસર્જનની વ્યવસ્થા ગોઠવવામાં આવનારી છે.
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો