નડિયાદમાં પ્રથમ વખત ફિલ્ટ્રેશન પ્લાન્ટ નંખાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ નગરપાલિકાની શનિવારના રોજ યોજાયેલી સામાન્ય સભા નાટ્યાત્મક રહી હતી. અમરનાથમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પ્રમુખે તમામ કામ મંજુર તેમ કહેતાં જ સભા આટોપી લીધી હતી. પાલિકાના સત્તાધિશો દ્વારા લોકશાહીનું ચિરહરણ કરાયું હોય તેવો ઘાટ ઘડાયો હતો. જ્યારે નગરસેવકોને પણ પ્રજાને પડતી પારાવાર મુશ્કેલીની ચર્ચા માટે કોઇ જ સમય મળ્યો નહતો. જોકે, આ કામોમાં 28 કરોડના ખર્ચે ફિલ્ટ્રેશન પ્લાન્ટ સહિતના કામો મંજુર કરી દેવામાં આવ્યાં છે. 

નડિયાદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સત્તાધારી ભાજપ બે છાવણીમાં ફેરવાઇ ગયું છે. શહેરમાં થતાં વિકાસ કામોની ગેરરીતિના મુદ્દે વારંવાર સભ્યો આમને સામને આવી જાય છે. જેનો સીધો પડઘો શનિવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં પડે તેવી શક્યતા જોવા મળી હતી. જોકે, પહેલેથી જ ધૂમાડો જોઇ ગયેલા સત્તાધિશોએ આગ લાગે તે પહેલા જ સભા આટોપી લેવાનો વ્યૂહ ઘડી કાઢ્યો હતો.
 
નડિયાદ પાલિકાની શનિવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં પ્રથમ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાંજલિ આપવા મૌન પાળવામાં આવ્યું હતું. જોકે, જેવું મૌન પુરૂં થયું તે સાથે જ પ્રમુખ હિતેશભાઈ  પટેલે બોલ્યા ・એજન્ડાના આઠે આઠ કામો મંજુર. તેમનું આ વાક્ય પુરૂં થતાં જ સૌ નગરસેવકો પણ મંજુર કરી ઊભા થઇ ગયાં હતાં. મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તમામ આઠ કામો મંજુર કરી દેવામાં આવ્યાં હતાં. 
 
આખા શહેરમાં ખાડાં અને ભૂવા છતાં કોઇએ શબ્દ સુદ્ધા ન ઉચાર્
 
 શહેરના અનેક ભાગોમાં રસ્તા પણ ધોવાઇ ગયાં છે. પરંતુ શનિવારની સામાન્ય સભામાં કોઇ નગરસેવકે તે અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહતો. શેહરમાં વરસાદમાં જ ઠેર ઠેર ખાડા અને ભૂવા પડી ગયા છે. રસ્તાઓ પણ ધોેવાઈ ગયા છે. પરંતુ સભામાં તે અંગે ચર્ચા થઈ ન હતી. 
અન્ય સમાચારો પણ છે...