તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં આગથી નાસભાગ, 7 કલાક બાદ આવી કાબૂમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેવાલિયા: ગળતેશ્વરના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના યુનિટ 7માં રાત્રે 11વાગે કન્વર્ટ બેલ્ટમાં સળગતા કોલસા પડતા આગ ભભૂકી ઉઠી હતી. પાવર પ્લાન્ટમાં આગને લઈને 7 કલાક પાવર કંજમશન બંધ રહેતા ઉત્પાદન અને યુનિટ તુટતાં લાખો રૂપિયાનું નુકશાન થયુ હતું. જેના પગલે  કોઈ જાનહાની થઈ ન હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડ તાત્કાલિક દોડી આવીને સતત 7 કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી શકાયો હતો. જેમાં ડાકોર, બાલાસિનોર,થર્મલ પાવર પ્લાન્ટ અને એક ખાનગી કંપની સહીત 6 ફાયર ફાઈટરોની ટીમ નો સમાવેશ થાય છે.

કર્મચારીઓનો આબાદ બચાવ

ઉલ્લેખનીય છે કે, યુનિટમાં આગ ને લઇ 7 કલાક પાવર ઉત્પાદન બંધ રહેતા લાખો નું નુકશાન થયું હતું ત્યારે ઘટનાની ગંભીરતા જોતા એડીએમ થર્મલ દોડી આવીને નુકશાન અંગે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આગની આ ઘટના એ થર્મલ પાવર સ્ટેશન ની વહીવટી અને ફાયર સેફટી ની પોલ ખોલી કાઢી છે. 

આગ લાગ્યા બાદ તાત્કાલિક પગલાં ન ભરાતા સ્થિતિ વણસી

આગ લાગ્યા અંગેના સમાચાર એડીએમ બક્ષીને મળતાં તેઓ બુધવારે સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગથી થયેલ નુકશાની અંગેની જાણકારી મેળવી હતી અને આગ લાગ્યા બાદ કર્મચારીઓએ તાત્કાિલક પગલાં નહીં ભરતાં અા નુકશાન થયું હોવાનું જણાતાં તેઓને ઉધડો લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...