તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ: નરાધમ પિતાનું કૃત્ય, એકલતાનો લાભ લઇ દિકરી પર ગુજાર્યો જાતિય અત્યાચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: ખેડા તાલુકાના રઢુ સીમ વિસ્તારમાં રહેતા એક પિતાએ 15 વર્ષની દિકરી સાથે જ જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. તેની માતા બહારગામ ગઇ હતી તે સમય દરમિયાન આ ઘટના બની હતી. જેની જાણ તેની માતાને દિકરીએ કરતાં માતાએ ખેડા પોલીસ મથકે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
એકલતાનો લાભ લઈ જાતિય અત્યાચાર ગુજાર્યો
ખેડાના રઢુ ગામની સીમમાં રમેશ પોતાના માતા-િપતા, પત્ની તથા ત્રણ સંતાનો સાથે રહેતો હતો. આ પરિવાર ખેતરમાં મહેનત મજૂરી કરી જીવન ગુજારતા હતા. ત્રણ માસ અગાઉ રમેશની પત્ની બહારગામ ગઈ હતી. તે દરમિયાન તેની દિકરીની એકલતાનો લાભ લઈ રમેશે જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. જાતિય અત્યાચાર ગુજાર્યા બાદ રમેશે દિકરીને કહેલ કે, આ વાતની જાણ જો કોઈને કરીશ તો, કૂવામાં નાંખી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેથી દિકરી કશું બોલ્યા સિવાય ચુપચાપ અત્યાચાર સહન કરતી હતી.
પોલીસ મથકે પતિ રમેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
રમેશ અવારનવાર તેની પત્નીના સુઈ ગયા બાદ દિકરીનું ગળું દબાવી એકબાજુ લઈ જઈ તેની પર જાતિય અત્યાચાર ગુજારતો હતો. પિતાના અસહ્ય ત્રાસથી ત્રસ્ત દિકરીએ આ ઘટનાની જાણ પોતાની માતાને કરતાં તે હેબતાઈ ગઈ હતી. દરમિયાન માતાએ ખેડા પોલીસ મથકે પતિ રમેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોડી સાંજે તેની અટકાયત કરી હતી. જ્યારે ભોગ બનનાર દિકરીને મેડીકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો